વે – કે – શ – ન…. (3)


આજે તો છોકરાઓ ખાઈને તરત અગાસી પર જતા રહ્યા ..હરીફાઈ હતી ને !!! અને કાકી બા પહોંચ્યા ત્યારે બધા તૈયાર !!! કાકી બા એ તો બધાને પાસ કરી દીધા અને બધા વિનર બન્યા ..એટલે પાછળ થી ધીરેનભાઈ આપ્યા અને ઇનામ માં બધાને ચોકલેટ આઈસ્ક્રીમ મળ્યો !!! મજા પડી ગયી આ તો …ધીરે ધીરે ધીરેનભાઈ ના બે પુત્રો અને પુત્રવધુ પણ આજે ઉપર આવી ગયા ..એમને કુતુહલ હતું કે આ વાનરસેના પર એવો તો કેવો પ્રભાવ પડ્યો કે બધા આટલા સરસ વર્તે છે ??? સવારે વહેલા નાહીને બધાને પગે લાગે ..વગેરે વગેરે વગેરે ….
ત્યાંતો એક ટેણીયો કાકીબા ને પૂછે : બા તમારે વેકેશન નહોતું પડતું ??? સ્કુલમાં ???
બીજું તરત બીજો સવાલ પૂછવા માંડ્યો : તમને સ્કુલ ગમતી હતી ??? કંટાળો નહોતો આવતો ???
નાની ટીના પૂછે : તમે અમને જે બધું શીખવાડ્યું તેના ક્લાસ તમે વેકેશનમાં કરેલા ????
ચિન્ટુડો ચુપ રહે પછી ??? તમે વેકેશનમાં ક્યાં ફરવા જતા ???
બધાના સવાલો પુરા થઇ ગયા ત્યારે ધીરેનભાઈ હસવા માંડ્યા : અરે છોકરાવ કાકીબા ને શ્વાસ તો લેવા દો …ચાલો શાંતિ …
અને બધા શાંત। ..પીન ડ્રોપ સાયલન્સ। …
કાકીબા જાણે દૂર પોતાના ભૂતકાળમાં પહોંચી ગયા હોય અને એમાં એમના જીવનની ફિલ્મ નો ફ્લેશ બેક જોતા હોય એમ કહેવા માંડ્યા :
દીકરાવ , અમારી વાત તો તમારા જેવી નહિ હો !!! સવારે ઘરમાં કચરા પોતા કરીને ,રોટલી નો લોટ બાંધીને નાના ભાઈને ભણાવું ત્યાં મમ્મી શાક બનાવી દે . થોડું ઘેર ખાઈ લઈએ અને એક ડબ્બો લઈને એમાં રોટલીને છૂંદો ભરી આપે . સ્કૂલનો ઘંટ વાગે ત્યારે દોટ મુકીને પહોંચી જઈએ ..ચાલતા ચાલતા અમે બધા જઈએ …સોનું ,જગુ ,ચંપુ ,સોના ,ઢબુ અને બીજા કેટલા બધા ?????
ચાલો હવે કાકીની વાતો કાલે પણ સંભાળીએ તો !!! તમે એક કામ કરો ..તમારા વીતી ગયેલા દિવસો ને યાદ કરી લો ….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s