વેકેશન ..(4)


કાકીબા પોતે આજે ભાવુક થઈ ગયેલા …. પોતાના બાળપણની વાત કરતા …
” ગોરસ આમલી તોડતા , નાની કેડી પર ઠેકતાં , તળાવમાં કાંકરા ફેંકતા સ્કૂલ સુધીની સફર થતી …સાવ ડોબો અને ઠોઠ નિશાળીયો હોય તેજ ટ્યુશન રખાવે બાકી કોઈ નહીં .. અરે અમારા પપ્પાને તો અમે કયા ધોરણ માં ભણીયે એ પણ ખબર નહોતી બેટાઓ ..અને પરિણામ આવે ત્યારે એટલું જ પૂછે પાસ થાય કે નહીં ??? નાપાસ થાય તો કહે કઈ નહીં થોડી વધારે મહેનત કરજો .. દર બુધવારે અમને નાસ્તા ને બદલે દસ પૈસા વાપરવા મળે .ત્યારે અમે શાળા પાસે થી સેવ મમરા ,ચીકી ,બોર ,જામફળ એવું બધું લઈને ખાઈએ …બધા ભેરુઓ એક કુંડાળું બનાવીને રીસેસ માં નાશ્તો કરીએ …”
ઉનાળાની રજાઓ પડે ત્યારે મામા લેવા આવે અને અમે બધા ભાંડરડાં મામાને ઘેર ધમાચકડી બોલાવીએ .મામી બધા સારું હોંશે હોંશે રોજ રસ રોટલી બનાવે . ત્યાં ખેતરો માં જવાનું ,બપોરે લીમડા નીચે હિંચકા ખાવાના ,સાંજે રામજી મંદિરે આરતી પછી લાઈનબંધ પ્રસાદ લઈને આવીએ ત્યારે મામી રોટલા ઘડીને નવરા પડ્યા હોય .રાત્રે આંગણા માં કાથી ના ખાટલા પર બે બે જણે ગોદડી પાથરી સુઈ જવાનું .પણ સુતા પહેલા નાની માં રોજ વાર્તા કરે .ભગવાનની વાર્તા કરે .
જ્યારે પાછા ફરવાનું થાય ત્યારે તો એક બીજાને ભેટી ભેટી ને રડી પડીએ …અમારી મમ્મીઓ ત્યારે બે ત્રણ દિવસ પિયર રહેવા આવે અને છેલ્લે દિવસે પપ્પા આવીને અમને લઈ જાય ….
પેલું એક થાળીમાં ખાવું અને પગથિયાં રમતા લડવું ,હારી જઈએ ત્યારે ભાગી જવું .ગામના કિનારે નદીમાં નાહવા મામા સાથે જવું ..”
એક ટાબરિયું બોલી ઉઠ્યું : હજી તમે બધા કઝિન્સ મળો ખરા ???
કાકી બા કહે: ના રે બેટા . થોડા ભગવાનને ઘેર જતા રહ્યા ,થોડા અમેરિકા છે અને હવે તો છોકરાવ લાવે તો જ અવાય ને !!! શરીરે અસુખ રહે એટલે ફોન કરીએ કોક વાર અને વાતો કરી લઈએ …
ત્યાં બીજું ટાબરિયું ટહુક્યું : અરે તમને તો કેટલી મજા આવતી ?? અમને તો જવા દો કાકી બા તમે તો બધું જ જાણો છો …પણ હવે અમે કસમ લઈએ છીએ કે દર વેકેશન માં અમે અહીં જ ભેગા થઈશું ઓ કે હિરેન દાદા ???
દાદા તો ખુશ થઈ ગયા અને પ્રોમિસ કર્યું કે આવતા વેકેશને તો આપણે ગામડાનું ઘર ખોલાવીને ત્યાં જ ભેગા મળીશું ….
” કાકીબા। .. તમારે તો આવવું જ પડશે …” આવી કોરસ માં એક બૂમ પડી ….

Advertisements

One thought on “વેકેશન ..(4)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s