મૌસમ


ક્યારેક બારીએ બેઠેલું મન દૂર ક્ષિતિજે ભ્રમણ કરવા નીકળી જાય છે .એકલું મન . અને હું બારીમાં બેઠેલી જ રહું છું . જીવન સાથે નિતનવા પ્રયોગો કરતી હોઉં કે અનાયાસે થઈ જાય છે .એકવિધતા જીવનને કંટાળા થી ભરપૂર કરી દે છે .અને એને નવીનતા ના રંગો થી ભરવા માટે પણ કોઈ વિચાર નથી આવતો ત્યારે જાણે કોઈ તમારા દિલ પર આવીને ટકોરા મારે કે કૈક એવું થઈ જાય કે આપણે અનાયાસે ત્યાં જવા લલચાઈ જઈએ છીએ .
દરેક વય ની એક માંગ હોય છે પણ ક્યારેક લાગે કે બાકી દિવસ માં શું કરીશું અને ક્યારેક તો હવે જેટલી જિંદગી બાકી છે એમાં હવે શું ??? ઉત્તરાર્ધ માં આ જ મૂંઝવણ હોય છે અને એના ઉકેલો શોધાતાં હોય છે .
બહુ સરળ ઉપાય એ જ છે કે લગભગ 50 વર્ષ સુધી બધા માટે જીવ્યા બાદ હવે પોતાના માટે જીવવાનું શરૂ કરવું અથવા હવે એ લોકો જેને તમે સમય નથી આપ્યો એને સમય આપવાનો સમય થઈ ગયો છે . હવે અન્યો ની જવાબદારી માંથી નિવૃત્તિ લઈને પોતાની જવાબદારી લેવાનો સમય આવી ગયો છે . અને કદાચ અન્યોની જવાબદારી સ્વેચ્છા એ ઉઠાવવાનો સમય આવી ગયો છે . જે કરવું હતું પણ થઈ નથી શક્યું એ કરવાનો સમય હવે જ આવ્યો છે . પણ અધ્યાત્મ માં જેને મોહ કહ્યો છે એ ઈચ્છાઓની જીવનદોરી એવી રીતે લંબાવે છે કે પોતાની રીતે જીવવાની ઈચ્છાઓ કોઈ વાર ભૂલવી પડે છે કે ભૂલી પણ જવાય છે .
સૌ પહેલા તો એ વિચારશો કે તમારા ઘરમાં તમારી જરૂર ખરેખર કેટલી અને કેવી છે ??? તમારું સ્વમાન અને સ્થાન શું છે ??? જો એ ઘટતું જતું હોય તો હવે સમય પાકી ગયો છે કે તમારી રાહ તમે શોધી શકો છો .
એવું નથી કે રૂટિન માં બદલાવ આવવો જોઈએ પણ જ્યાં સુધી ગમતું રહે ત્યાં સુધી બદલાવ ટકી જાય તો ય મજા પડી જાય .પછી નવી શોધ .અને એક વાર શોધવાની ટેવ પડી જાય પછી મળતા વાર પણ નથી લાગતી .
તમે સવારે પૂજાપાઠ ના સમયમાં વધારો કરી શકો કે ઘટાડો પણ કરી શકો .રોજ એક મંદિરે જવાને બદલે જુદા જુદા મંદિરે પણ જઈ શકો . એક પાઠ ને બદલે બીજા પાઠ પણ કરી શકો .વાત તો ભગવાનની આરાધના ની જ છે ને !!!! . તમારો પહેરવેશ પણ બદલી શકો .
અને સૌથી વધારે મહત્વ નું કે તમારા જીવનસાથી ને તમે એને ગમતું કરવાની અનુમતિ આપી શકો છો અને એ પણ ત્યારે જ્યારે એ કરે એ તમને ના ગમતું હોય તો પણ .. જેવું કે તમને તમારી પત્ની સાડી પહેરે એ જ ગમે પણ એ તમારી સાથે જીન્સ અને કુર્તી પહેરીને આવે ,ભલે ના શોભતું હોય એના પર પણ એની ઈચ્છા પૂરી થતી હોય તો તમે એને એવી રીતે આવવા દો છો .ઉંમર ના આ પડાવે એને એ તો ખબર જ છે કે ડ્રેસિંગ સેન્સ કઈ બલા છે પણ જ્યારે વાત ” હું ” અને ” તું ” ની હોય ત્યારે તો અવશ્ય ..તમારા પતિ 3/4 પહેરીને મુવી જોવા આવે તો તમારા નાકનું ટીચકું ચડી જાય પણ કોઈ વાર અરે એને પણ મનની કરી લેવા દો . ઘરના અન્ય સભ્યો અને સમાજ કે પડોસીઓ ની દરકાર કરવી એમના અભિપ્રાય સાંભળવાનો સમય હવે વીતી ચુક્યો છે … કદાચ એવું પણ થાય કે તમને જોઈને એ લોકો પણ એવી રીતે જીવવાનું શરૂ કરે …
પોતાનું ધાર્યું ના થાય તો આપણને દુઃખ થાય મનદુઃખ પણ થાય અને એને લીધે માં ઉદાસ પણ થાય .પણ હવે એ દુઃખ લગાડવાની ટેવ ધીરે ધીરે ઓછી કરી દેશો તો ખુશ વધારે રહેવાશે . તમે કહેવાની ફરજ બજાવી લીધી પણ માનવી ના માનવી એની મરજી !!! દિલ પર મત લે યાર !!! રીસામણા મનામણાં થી હવે ધીરે ધીરે દૂર થવાનું આપોઆપ થવા માંડશે . પહેલા વરસાદે હજીય એક ભજીયા ની પ્લેટ અને ચા માટે પાસેની લારીએ સજોડે જવાની મૌસમ શરૂ થાય છે . અને આ મૌસમ પેલી ઋતુઓ ની મોહતાજ નથી …બસ એક મેક ને ગમતા થવાની મૌસમ છે …
મારા પોતાના અનુભવો હવે પછી …

Advertisements

3 thoughts on “મૌસમ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s