અનુભવ જીવનનો…


જ્યારે અનુભવોનું પોટલું બહુ મોટું હોય ત્યારે બસ શાંતિથી બેસીને બારીની બહાર જોયા કરવું તો સહેજ થશે કે ક્ષિતિજ તો હજી એટલી જ દૂર છે જેટલી કાલે પણ હતી . તો આજનું ચાલેલું ક્યાં ગયું ??? આજે ફક્ત ગોળ ગોળ તો નથી ફર્યા ને ??? હા કદાચ એવું જ …
મારું લખવાનું હમણાં સદંતર બંધ હતુ. અને હજી પણ ચાલુ ક્યાં છે????
જીવનને આજમાં જીવવાની આદત પડી ગઈ . પહેલા વિચારતી આ લખવું એ તો મારી પોતીકી ઓળખ .એને તો ટકાવી રાખું તો જ હું અને મારું અસ્તિત્વ જીવી શકે . પણ ના એ સાચું નહોતું .એ તો મારા મગજની સ્લેટ નું ચિતરામણ હતું જેને મેં જાતે અનિવાર્ય બનાવી દીધેલું . કેટલાક નિયમોને જડતા થી વળગી રહેલી .મારે પોતાની જાતને માત્ર સારી જ કહેવડાવી હતી ભલે રોજ રોજ મારા મન અને માન નું ખૂન થતું રહે . એના માટે કોઈ સજા , પુરાવો કોર્ટ નથી હોતી .હોય છે તો રાત્રે બત્તી બંધ થાય પછી પલળી જતો તકિયો !!! મોડેથી આવતી ઊંઘ સવારે આંખના સોજા પણ ઘટાડી દેતી હોય છે!!!
પણ જીવન સાથે અખતરા કરવાનો મારો શોખ !!! હજી તાજો જ છે .જે કરવું જ પડે છે તેને પ્રેમ કરતા શીખી લીધું .બહુ અઘરું પડે તો ય …બગડેલું કોમ્પ્યુટર રિપેર ના થયું તો ય ફરિયાદ નહીં . લખવાનું ઓછું થયું અને વાંચવાનું પણ …રોજ ના કામમાં ભૂલો ક્યાં છે તે તરફ ધ્યાન જવા માંડ્યું અને ભૂલો સુધારવાની કોશિશો પ્રામાણિક બની ગયી . પેલી જૂની છાપને લીધે હજી પ્રસંશા નહોતી મળતી પણ પ્રામાણિકતા મને એ બાજુ ધ્યાન ન આપવાનું કહેતી એટલે ફક્ત જરૂરી સાંભળીને બીજું નકામું ઇગ્નોર કરતા આવડી ગયું અને લખવા ને લીધે અને હજી સચોટ કહી શકું તો કશું સૂઝતું ના હોય તોય પરાણે લખ્યા કરવાની કોશિશ અને એને લીધે બાકી અને અધૂરા રહી જતા અગત્યના કામો ને લીધે ઉદ્ભવતો તણાવ ધીરે ધીરે બહુ ઓછો થઈ ગયો . મન શાંત પડવા માંડ્યું અને જીવન માં શાંત ચહેરાની પાછળ સતત ચાલતી ઉથલપાથલથી સહજ મુક્તિ અનુભવાઈ .
મનની ભીતર દરેક વ્યક્તિના જીવન માં આવો સંઘર્ષ તો હોય જ છે .પણ કયું કાર્ય એનું સાચું કારણ છે એનો જવાબ પણ મન પાસે જ હોય છે અને જો એ પોતાના અસ્તિત્વ ની માની લીધેલી મિથ્યા ઓળખ હોય તો તેનો ત્યાગ કરવો વધારે મુશ્કેલ કેમ??!!!
આધ્યાત્મનું વાંચન મને અહીં કામ આવ્યું . દરેક જીવ અલગ અલગ હોય છે અને સંયોગ થી ભેગા થયા છીએ .કર્મ અને બંધન અનુસાર નવા કર્મ કરીએ .આપણે અહં ને નહીં ૐ ને ઓળખવાનો છે અને આપણું દરેક કાર્ય તે અનુસાર કરવાનું છે .દરેક સંબંધ જીવવા માટે જરૂરી છે પણ એનું સત્વ જાળવી રાખવાની ફરજ પણ આપણી છે . કુરુક્ષેત્રનો અર્જુન વારંવાર યાદ આવે છે અને નિઃશસ્ત્ર સારથી શ્રીકૃષ્ણ પણ …અને ત્યારે અંદર ના પાડવાની હિમ્મત પણ આવે છે . અને જેટલું બૂરું કલ્પીએ છીએ અને સમય, સંબંધ અને સમાજ સાથે સમાધાન કરવાની આદત પાડીએ એવું કશું ખરાબ બનતું નથી . અને આપણી મક્કમતા સામે વાળા ને બદલી શકે એ ક્ષમતાના વિકલ્પ વિશે આપણે વિચારવાનું ભૂલી ગયેલા એનો સુદ્રઢ પરિચય પણ થાય છે …..
બીજો મણકો હવે પછી ..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s