ડિયર જિંદગી ……


ડિયર જિંદગી ……
બહુ સમયે એક ફિલ્મ એવી જોઈ કે એ જોતા જોતા ખુદ એક પાત્ર બની જવાયું …આજની પેઢીના મનોવૈજ્ઞાનિક કારણોસર થતી દિમાગી હલચલ અને તેના પરિણામો સાથે તેનો સચોટ ઉકેલ પણ ….
ગમ્યું કે આજની પેઢી મનોવૈજ્ઞાનિક સારવાર લેવાને હવે બીજી સારવાર જેવી ગણી લે છે … કહે છે ને કે કોઈ રોગ હંમેશા કોઈ અંગ કરતા પહેલા મગજમાં જન્મે છે … બાળપણ ખુબ નાજુક તબક્કો છે અને એને આજની સુપરફાસ્ટ પેઢી અવગણે છે . અહીં હું એમની નહિ પણ એમના બાળકોની વાત કરી રહી છું ..ડે કેર સ્કૂલિંગ , ઘેર આયા પાસે કે દાદા દાદી પાસે ઉછેર હોય પણ માં બાપની હૂંફ ની તીવ્ર તરસ તો દરેક બાળકને રહેવાની અને તે કશું કહી શકતું નથી અને આપણે સમજી શકતા નથી .બસ પૂરું …
જહાંગીરખાન સામે આલિયા ની જગ્યા એ આપણે અનાયાસ બેસી જઈએ છીએ અને આપણી વાત કરવા માંડીએ છીએ એવું થાય છે જે કોઈ મહેસુસ કરી શકે છે અને કોઈ નથી કરી શકતું . એક કલાસરૂમ સેશન હતું …મને મારા બાળપણની ઘટના યાદ અનાયાસે યાદ આવી ગયી કે જ્યાંથી આજની હું જન્મેલી ..એ દિવસ સુધી હું નોર્મલ બાળક હતી પણ તે દિવસ પછી મેં મારા માટે કંઈક નક્કી કરી લીધું અને મારુ વ્યક્તિત્વ આજે છે એ બની ગયેલું ..
મને ક્યારેય મારુ ઘર નહોતું ગમતું પણ મને મારા કાકાને ઘેર ખુબ ગમતું ..ત્યાં જેવું વેકેશન પડે તેવી ભાગી જવા તત્પર …ત્યાંથી આવતી વખતે ચોધાર આંસુએ હૃદય કરવું એ સમજાયું આટલા વર્ષે …
એક દીકરી અને એક દીકરા નો ફર્ક કરતો સમાજ એક ખુબ હોશિયાર દીકરીની વર્તણુંક માં કેટલી મોટી સમસ્યા સર્જી શકે એ સમજવા જેવું તો ખરું જ ..
ભૂતકાળ તો ભૂંસી શકાય એમ નથી પણ આજની પેઢી એ આ વાત ખુબ ધ્યાન રાખવી રહી …
મને તો એ ફિલ્મ ખુબ ખુબ ગમી …પણ તમને ગમશે એ વિષે કહી શકાય નહિ ..કેમ કે વ્યક્તિ વ્યક્તિએ અલગ અલગ અભિપ્રાય હોઈ શકે .આ ફિલ્મ પર્સનલાઈઝ છે …અને ફિલ્મ જોવા પહેલા દિમાગ ની સ્લેટ કોરી હોવી જોઈશે તો જ તેમાં નવું લખી શકશો …..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s