યોગાનુયોગ


અજબ યોગાનુયોગ ની આ વાત છે …
ખુબ લાંબા સમય સુધી હું બ્લોગ પાર સક્રિય નહોતી ..ત્યારે જીવનના અજીબોગરીબ ખેલને જોતી હતી …અનુભવતી હતી ,ગુસ્સે થતી હતી ,હસતી હતી ,રડતી હતી ,મૌન હતી અને વાતો પણ કરતી હતી ..બસ લખતી નહોતી ..બસ એક અનુભવ થયો કે જીવનને ક્યારેય લખી શકાતું નથી ..એને જીવી જ શકાય અને એક પરિસ્થિતિ એના સાથે જોડાયેલા તમામ લોકો માટે જુદો જુદો અનુભવ હોય છે ..એને પરસ્પર વાતચીત માં વહેંચવાની મજા લખવામાં થોડી નીરસ થઇ જાય છે …
વાત જાણે એમ છે કે લગભગ અઢાર દિવસ સુધી મારા ઘરમાં મેં સાચુકલો એકાંતવાસ ભોગવ્યો ..હું ઇચ્છતી હતી કે મને કેટલાક દિવસો એવું જીવવા મળે જ્યાં મારા પર કોઈનું નિયંત્રણ ના હોય ..ઘડિયાળનું પણ નહિ ..આવો સમય જરૂરી છે તમામ સંબંધોનું તદ્દન તટસ્થ રીતે મૂલ્યાંકન કરવા માટે ..બહુ બધું સહચર્ય ક્યારેક બંધિયાર બનાવી દે છે જીવનને ..અને આવું એકાંત મેળવવું એક સ્ત્રી માટે તો સ્વાભાવિક રીતે ખુબ મુશ્કેલ હોય છે …
મને શાળાના દિવસો બહુ યાદ આવે હંમેશા અને એ જીવન પણ …
મારા પતિ સપ્ટેમ્બર માં બદ્રીનાથ કેદારનાથ ની યાત્રા એ ટ્રેકિંગ પર ગયા …દીકરીને એ વખતે ઓફિસમાં રિટર્ન્સ ભરવાનો સમય એટલે સવારે નવેક વાગ્યાથી રાત સુધી બહાર અને હું એકલી …બે એક દિવસ થી આમાં ગોઠવાતા થયા। .માંગેલું મળ્યું પણ મન તૈયાર નહોતું … એક એક દિવસ રાત્રે કેલેન્ડર પાર ચોકડી કરતી ..ઋષિકેશ થી કેદારનાથ સુધી એમની ટુકડી ચાલતી નીકળેલી એટલે કોઈ નાની જગ્યાએ નેટ કનેક્શન હોય તો વાત થાય કે ફોન પણ થાય .દિવસે નહિ …રાત્રે નવ વાગ્યા પછી ખબર અંતર પૂછી લઈએ જગ્યાનું નામ અને નેક્સ્ટ જગ્યા કઈ એ પણ પૂછી લેવાની ..બીજે દિવસે ગૂગલ મેપ જોઈને હવામાન જોવાનું અને પછી યુ ટ્યુબ પર એના વિડિઓ જોવાનો ક્રમ થઇ ગયો …કોઈ સમયનું બંધન નહિ તો ય સાંજે યાદ કરવું પડતું કે એ બહાર ગયા છે એટલે નિરાંત રાખી શકાય ..દીકરી સાથે એકલા ગુજરાતી ફિલ્મ જોવા મલ્ટી પ્લેક્સ માં ગઈ .એ લોકોએ વ્હોટસ એપ પર એક
ગ્રુપ બનાવેલું જેમાં તેમના ત્યાંના અને અહીંના ફેમીલીમેમ્બર સભ્યો ..ફોટા મળે …
ત્રીજા દિવસે એક નામ વાંચ્યું …અટક અલગ પણ લગભગ મારી સાથે શાળામાં ભણતી એ છોકરી જ હશે એમ વિચારી એને પૂછ્યું કે તમે આ સ્કૂલ સાથે ભૂતકાળમાં રિલેટેડ ખરા ???
કોઈ જવાબ ના આવતા લાગ્યું રોન્ગ નંબર હશે ..પણ એ મેડમે એમના પતિને ફોન પર પૂછ્યું કે આ નંબર વાળા ભાઈ ને પૂછો કે આવું પૂછનાર છે કોણ ???એના પતિદેવે મારા પતિદેવને પૂછ્યું : તો મારા પતિદેવે તમામ હકીકત કહી …એટલે ખબર પડી કે મારી ધારણા સાચી જ હતી કે મારી સ્કૂલની ફ્રેન્ડ હતી …એને પહેલા તો લાગ્યું હું કોઈ સાથે ભણનાર છોકરો હોઈ શકું !!! પછી ફોન કર્યા ..ત્યારે ખબર પડી કે અમે બેઉ બે કિલોમીટરના પરિઘમાં વર્ષોથી રહીએ છીએ પણ ખબર નથી ..એક સાંજે એ મારી એક બીજી સ્કૂલની બહેનપણી જેની સાથે હું પહેલા ધોરણ થી ભણતી એને લઈને મળવા આવી ..એ બેઉ જણે મારા વિષે છેલ્લા કેટલાય વર્ષોથી બધાને પૂછેલું પણ કોઈ જાણતું નહોતું ..કેવો યોગાનુયોગ !!! એક ફ્રેન્ડ ના બેઉ સંતાન પરણી ગયેલા અને બીજી બેંકમાં મેનેજર છે …બાળપણ સામે આવી ગયું …આવી વાતો ખૂટે નહિ પણ ત્રણેવ હવે સંસાર ના બંધન માં હતી …
એમના ગયા પછી મારી આંખો ભરાઈ ગઈ કે મારા સંસાર ને નિભાવતા નિભાવતા મેં શું શું છોડી દીધું બિલકુલ અજાણતા જ !!! અને આ કદાચ એક પુરુષ પતિ ક્યારેય નહિ સમજી શકે …
વેલ !!!! એક આડ વાત કહી દઉં ?? હવે ક્યારેક ઉગ્ર ચર્ચા થાય ત્યારે એક મુદ્દો તો હોય જ કે તમારે સંસારની વફાદારી માં મેં ક્યારેય મારા દોસ્તોને શોધવાનો પ્રયત્ન પણ ના કર્યો !!!
એ દોસ્ત એ હતી જેની સાથે મેં તમામ ફિલ્મો બિન્ધાસ્ત જોઈ હતી ..મમ્મી પપ્પાને પૂછીને બધી ફિલ્મો જોતા પણ એ જમાનામાં ખરેખર એ બહુ વધારે પડતી કહેવાય એટલી બધી …
હર એક ફ્રેન્ડ જરૂરી હોતા હૈ !!! એ ફિલ્મ વાળા બડી હૈ …પણ એણે ફિલ્મો જોવાની લગભગ છોડી દીધી છે ..વર્ષે એકાદ જુએ પતિ સાથે ..અને હું તો હજી મારા એ શોખને જરાય નથી ભૂલી ..!!! હવે પતિદેવ ને પરાણે સાથે લઇ જાઉં છું …

Advertisements

One thought on “યોગાનુયોગ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s