રામરાજ્ય નામનું સ્ટેશન ???!!!


મારો પણ એક જમાનો હતો … પહેલા લોકો મને જોઈને ખુશ થતા અને હવે તો ???!!!
કહે છે ને એક સરખા દિવસ કોઈના કદી પણ જાતા નથી …..
અરે પણ આપણા પર તો સાક્ષાત સત્યના પૂજારી વિરાજમાન હતા તોય ????રડ મા … રડ મા … આ ખુલી હવા તો જો …અંદર રહી રહીને ગંધાઈ ગયેલા તો હવે બહાર નીકળવા મળ્યું તો ખરું …
આ પ્રલાપો અને વિલાપો છે જૂની 500 અને 1000 ની નોટો ના …પાકીટ માં સાથે રહીને સખીપણા થઇ ગયેલા .. હવે તો બેન્ક ની થપ્પીઓમાં પડેલા પણ અચાનક બેઉ જણે એક બીજાને જોયા એટલે ફરી મળાય કે ના મળાય બે વાત તો કરી લઈએ ….
( આપણે 5 અને 10 તરીકે એમનું હુલામણું નામ રાખીએ તો !!! વાત માં તો ચલણ માં હોવાનો એહસાસ થાય ને !!!!)
5 : પહેલી વાર છપાઈ ને નીકળી તો સીધી ગયેલી ઝવેરાતના ઝગમગ થતા શો રૂમ માં …થયું અરે વાહ દુનિયામાં તો ચોતરફ સુખ જ સુખ છે …અમારી આજુ બાજુ સોના ચાંદી અને હીરા ના દાગીના ,લગડી ,પડીકા અને ઘણું બધું …ચમચમાતી કાર માં બેસીને લોકો આવે અને જાય … હું પણ એક દીકરી ના લગ્નના હાર તરીકે સાટે અહીં દુકાનના કેશબોક્સ માં આવી ગયેલી ….ઓહહો …ઘણી મજા પડશે હવે આ દુનિયામાં તો !!! વિચારતી ખુશ થતી હતી ….
બીજે દિવસે શેઠિયા એ એક મંદિર માં પૂજારી ને આપી દીધી …તો પુજારીએ લાંબી લાઈન છોડીને શેઠિયા ને પહેલા ગર્ભગૃહ માં લઇ જઈ દર્શન કરાવ્યા .છ્ટ ..મને તો ગુસ્સો આવ્યો …ભગવાનના દરબાર માં પણ લાંચ રુશ્વત ???!!! આ બધા શબ્દો તો મેં છાપખાના ના કાગળ રૂપે સાંભળેલા અને અર્થ જાણેલા …
10 : હું તો જેવી જન્મી એવી એક સૂટકેસ માં બંધ થઇ ગયી ..અને એ સૂટકેસ જ્યાં જ્યાં ફરી ત્યાં ત્યાં જતી ગઈ .પણ અંદર થી બહાર ની દુનિયા જોવાનું સુખ ના મળ્યું તો ના જ મળ્યું … એક દિવસ એક ન્યુઝ પેપરમાં વીટાંળાઈને એક ઓફિસ ની કેબીન માં જઈ ચડી અને ત્યાંથી એક ઘરમાં …મને મારી બીજી બેનો સાથે એક તકિયા માં સીવી લેવાઈ ..અને ગઈ કાલે ખબર નહિ પણ બેડરૂમ ના ટી વી માં કોઈ એવી ખબર આવી કે શેઠ ને હાર્ટ એટેક આવી ગયો …અને એમનો છોકરો મને હોસ્પિટલમાં લઇ આવ્યો પણ ત્યાં મારો અસ્વીકાર થયો અને મારુ એવું હડહડતું અપમાન જોઈ મને પણ એક એટેક આવી ગયો ..અરે રે આ માનવી તો કેટલો બીમાર રહે છે અને એ બીમારી એણે પોતેજ વસાવી છે .પહેલા એ મારી પાછળ ભાગતો હતો અને હવે મારાથી ભાગે છે … બીજા દિવસે એ શેઠનો એક કર્મચારી બિચારો આખો દિવસ કોઈ બેન્ક ની લાઈન માં ઉભા રહીને મને જમા કરી આવ્યો અને હું અહીં છું ..મારા જીવનનો કોઈ મોલ નથી ….
5 : ચાલ તારી યાત્રા તો આટલી જ હતી એટલે તારી હાલત પણ મારા કરતા ઘણી સારી છે …અરે પેલા પૂજારી એ તો મને ડૂચા વાળીને એક બોક્સ માં નાખી દીધી . એક દિવસ એક છોકરો છાનો માનો આવીને મને ખિસ્સા માં નાખીને ભાગી ગયો ..ત્યાં થી હું એક હોટલમાં ગઈ ..ત્યાં બધું ખાવાનું મળે …ત્યાંથી ઘણું બધું ખાવાનું લઈને એ પોતાને ઘેર ગયો જ્યાં તેનો પરિવાર ચાર દિવસ થી ભૂખ્યા બેઠેલા …થયું એવું કે પેલો હોટલ નો માલિક એને ઓળખે એટલે એણે થોડું વધેલું ખાવાનું એને એમ ને એમ આપી દીધું . એટલે હું એ છોકરા ના ઘેર આવી ..એની માં સખત બીમાર .. એના માટે ડોક્ટર લઇ આવ્યો અને ડોક્ટરે દવા લખી એ લઈને એ દુકાને ગયો અને ત્યાં મને આપીને બીજી મારી નાની નાની 100 અને 50 વાળી બહેનો ને ઘેર લઇ ગયો …
તે હેં 10 બહેન ક્યાં પેલો ઝગમગતો શો રૂમ અને ક્યાં આ અંધારી ઓરડી !!! આ માનવી રૂપિયા પાછળ કેમ દોડે છે ??? અતિ ની કોઈ ગતિ નથી હોતી ને !!! કહે છે કે સંઘર્યો સાપ પણ કામનો પણ અહીં તો આપણને ન્યાત બહાર મૂકી દીધા એટલે હવે આપણું જીવન પૂરું … ભગવાનને પ્રાર્થના કરીએ કે હવે જન્મ આપે તો અમારે લીધે કોઈ ગરીબ ને અન્યાય ના થાય અને કોઈ અનીતિ કરનાર ક્યારેય માફ ના થાય ….
પછી તો એ બેઉ ઊંઘી ગયી પણ સ્ટ્રોંગ રૂમમાં કઈ કેટલીય વાર્તાઓ નું કથન થતું રહ્યું …!!!! દરેક જણ નવી આવેલી 2000 ની નોટ ને ઓલ ધ બેસ્ટ કહી રહ્યા હતા …
પણ એક ચમત્કાર થયો હતો ..બેન્ક ના ખાતા માં સામાન્ય માનવી ના ખાતા માં બચત બોલતી હતી ..ખોટા ખર્ચ ક્યાં થાય છે એ ખબર પડી હતી ..પ્રામાણિક માણસ હસતો હતો અને અનીતિ ના અનુયાયીઓ તો રડી પણ શકતા નહોતા …..
હેલો હેલો !!! રામરાજ્ય નામનું સ્ટેશન આ રૂટ પાર આવે છે ???

Advertisements

2 thoughts on “રામરાજ્ય નામનું સ્ટેશન ???!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s