આવતા વર્ષે


એય આલી રે આલી ક્રિસમસ આલી !!!! યેહહ્હ્હહ્હ્હ …પણ એમાં હું શું કરવા ઠેકડા મારુ છું ??? અરે મારવા પડે … બધા મારે એટલે આપણે પણ મારવા પડે જ . નહિ તો ગમાર માં ખપી જવાય … જો જેમ દિવાળી હોય તો પરંપરાગત કપડાં પહેરાય એમ આમાં વેસ્ટર્ન જ પહેરાય . તમારી કમર હોય કે કમરો તમારે જીન્સ કે પેન્ટ પહેરવું જ પડે અને અને ઉપર ખભા દેખાય એવું ટોપ પણ . અને એવું મોડર્ન ટોપ પહેર્યું હોય તો પછી 8-9 ડિગ્રી માં તમારે સ્વેટર પહેરાય જ નહિ ..પાર્ટી પ્લોટ નું બુકીંગ ફરજીયાત . હવે આગળ બધું તમારે વિચારવાનું …
પણ તમે કહો કે આ બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના જેવા આપણે કેમ ??? આમાં એક દિવસ નો જ તહેવાર હોય ..એમાં નાતાલ નહિ 31 નાઈટ …થોડો સોમરસ પીએ તોય વાંધો નહિ …અને એવા ડાન્સ તો હજુ જોયા નથી … પણ એક વાત કહું વેસ્ટર્ન ડાન્સ થી શરુ થતો ડાન્સ છેલ્લે તો ગરબા અને ટીમલી પર અટકે છે ..અને ડાન્સ જોવા હોય તો વરઘોડા શું ખોટા છે ??? સાડી માં વેસ્ટર્ન ડાન્સ હોય અને ધોતિયા માં સામે ઝુમતા હોય … સ્ટેપ તો યુનિવર્સ માં એક જ હોય …રાત્રે ફટાકડા અને બૂમો સાથે નવું વર્ષ આવી જાય …
વૉટ્સઅપ બહુ પ્રખ્યાત પણ એમાં બીજાની અક્કલ ને આપણે ત્રીજા તરફ ધકેલવાનો ધંધો કરતા હોઈએ છીએ .. ખાલી ચેટ ઓરીજીનલ હોય ..સ્ટેટસ તો હજી સુધી ભાગ્યે જ વંચાય છે ..જો મારા વિચારો કેવા ઉચ્ચ છે અને સમજ એના થી પણ ઉચ્ચ એ દેખાડવા માર ફોરવર્ડ લાઈનસર ..તમે આવું કરો છો ??? હું તો આવું જ કરું છું બોલો !!!
પણ ફેસબુક વાંચવાની મજા પડે ..જેવું હોય એવું ઓરિજિનલ સ્ટેટસ હોય …તમારું પોતાનું ..બીજાનું હોય તો એના નામ સાથે શેર થાય એટલું પ્રામાણિક હોય ..વિડિઓ જોવાની મજા પડે અને ગ્રુપમાં કોમેન્ટ પણ બધા વાંચી શકે એમ હોય …ક્યારેક વાર્તા અને વાર્તાકારના પેજ વાંચવાની મજા પડે ફોટા સાથે ..અને અહીં ફીલિંગ ના ખાલી ઈમોજી ના હોય જોડે અર્થ બી સમજાવે બોલો …
પણ આ વર્ષના દિવસો 360 + વીતી ગયા તો મેં કર્યું શું ??? એ સાલું કોઈ વિચારતું નથી …દેશે ડિજિટલ બનવા તરફ ડગલું માંડી દીધું અને કેવી મજા પડી એ તો તમને ખબર છે …
પણ મને યાદ કરવા દો ..આ વર્ષને …
એક વસ્તુ શીખી અને ખુબ સરસ શીખી કે આર્થિક ,સામાજિક ઉપરાંત માનસિક રીતે પણ હું સ્વનિર્ભર બની ..મન મૂંઝાય તો ખભો શોધવાને બદલે એકાંત માં દિલ ખાલી કરવું વધારે સારું હોય છે …બધી વસ્તુ વગર ચલાવતા શીખી લીધું .. કોઈ ફર્ક નથી પડતો કોઈ વસ્તુ કે વ્યક્તિ વગર એ પણ શીખી …
સંજોગો બદલાય તેને અનુકૂળ થવાનું પણ એમાંય એ મજા આપણી પોતાની હોવી જોઈએ ….
સૌથી વધારે તો એ કે દુનિયા સ્થિર હોય પણ સમય તો ચાલે જ છે અને બદલાય પણ છે બસ ધીરજ હોવી જોઈએ … વક્ત સે પહલે ઔર કિસ્મત સે જ્યાદા કુછ નહિ મિલતા …
મને બધા વગર ચાલી શકે તેમ બધાને મારા વગર પણ ચાલી શકે છે એ સત્ય નો સ્વીકાર … એક સંબંધનું પૂર્ણવિરામ હોય ત્યાં કોઈ નવો સંબંધ પણ હોય છે ..જગ્યાઓ ક્યારેય ખાલી નથી રહેતી બસ થોડી દ્રષ્ટિ બદલવાની જરૂર છે …
તમારી વાતમાં તથ્ય હોય અને એ સત્ય હોય એટલે એનો સ્વીકાર થાય એ શરત નથી હોતી પણ તમારા દ્વારા પોતાના તથ્ય અને સત્ય માટે બીજાના અહમને પોષવા માટે સમાધાન ના કરો ..
તમારી જાતને કોઈ ટેકન ફોર ગ્રાન્ટેડ ના લઇ લે એ ધ્યાન રાખો …
કોઈ માણસ એના કપડાં – પૈસા – સ્ટાઇલ -કાર થી ભલે પ્રભાવિત કરે પણ અંતે થયો તમારા જ્ઞાન સામે એ બધું તો ઝાંખું જ હોય છે ..
યુનિવર્સીટી ની બહાર જીવનનું શિક્ષણ આપવું એ પણ સારા જીવનનું , નિષ્ફળતા ને પચાવીને આગળ વધતા રસ્તાઓનું શિક્ષણ પાલ્ય માટે વધારે ઉપયોગી નીવડે છે .. એક વર્ગમાં 35 વિદ્યાર્થીઓ છે . એમાંથી 10 ઉચ્ચ વર્ગમાં પાસ થઇ આગળ જાય છે . 10 સામાન્ય માર્ક્સ લાવીને પાસ થઇ જાય છે . 10 માંડ માંડ પાસ થાય છે અને 5 નાપાસ થાય છે … પણ જીવનના આગલા તબક્કા માં પેલા 5 નાપાસ ને ત્યાં પેલા દસ ઉચ્ચ વર્ગ વાળા પેકેજની નોકરી કરે છે …. એવું કેમ ??? ત્યાં ફરક છે જીવનના પાઠ નો … નાપાસ વિદ્યાર્થી નવે રસ્તે જઈને સફળ થાય છે અને એ સફળતા નિષ્ફળતા ની પેદાશ હોય છે અને એમની પોતાની આગવી કેડી જ્યાં બીજાએ ચાલવું પડે છે … કોઈ ક્ષણ કે દિવસ નિરુપયોગી નથી હોતો પણ એ તો બસ આપણે જેવો કલ્પેલો એનાથી વિપરીત હોય એટલે એને આપણે નકામા  નું ટેગ લગાવી દઈ છીએ .. એનાથી એને કોઈ ફરક નથી પડતો પણ આપણને પડતા ફરક થી આપણે વાકેફ નથી હોતા ..
ઉપર ચાલુ કર્યું અને આગળ લખ્યું એ દેખીતી રીતે સંબંધ વગર નું છે પણ ખરેખર તો દુનિયાના ચાતરેલા ચીલા પાર નીચી મૂંડીએ ચાલ્યા કરવાને બદલે આપણી પોતાની એક નાનકડી કેડી નવા વર્ષે કંડારીશકાય તો ય ઘણું ……
હું બસ આવતા વર્ષે હું બની શકું તો ય ઘણું ….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s