ભક્તિનો સેતુ


સુખી હોવું એટલે શું ?
સાવ સરળ જવાબ છે કે દુઃખી ના હોવું એટલે સુખી હોવું ….
સંતોષ એટલે શું ?
અસંતોષ ના હોય એટલે સંતોષ કહેવાય ..
પણ આ બેઉ પરિસ્થિતિ સ્વૈચ્છિક હોય એવું બહુ ઓછા કિસ્સા માં બનતું હોય છે .અને લગભગ આપણી જાતે બનાવી દીધેલી સીમા પર આપણે અટકી જઈએ છીએ . વધારાની કોશિશ ઓછી કરીને વધારે મળતર માટે પ્રયત્નો વધારી દઈએ છીએ . એ વખતે નીતિમત્તા થી થોડું કે વધારે સમાધાન કરવાનો પણ વાંધો નથી હોતો .
તમે પોતાની ખુશી મેળવવા કોઈને દુઃખ થાય તો તમને કોઈ સંવેદના થાય છે કે તમારી નજર બહાર જાય છે કે તમને ખબર હોય પણ તમને એની પરવા નથી ..આ વસ્તુનો સીધો તો નહીં પણ આડકતરો તમારા સુખ સાથે જરૂર સંબંધ છે જે તમને આગળ જતાં સમજાય છે ,જ્યારે કદાચ મોડું થઈ જાય છે .
બધી પરિસ્થિતિ ને અનુકૂળ થઈને જીવવામાં સરળતા રહે છે પણ વિપરીત સંજોગોને અનુકૂળ બનાવીને જીવવાની મજા અલગ હોય છે .
મારો એક અનુભવ જણાવીશ .
એક મંગળવારે ગણપતિ મંદિર ગયી . બહુ Nસાંકડી જગ્યા . એક માજી ત્યાં ફૂલ વેચવા બેસે એક કમળ, થોડી દુર્વા , થોડા સેવંતી ,થોડા ગુલાબ એમ 5 રૂપિયા અને 10 રૂપિયાની ઢગલી . એક દિવસ એ ગરીબ ડોસીમાં પાસેથી 10 રૂપિયાના ફૂલ લીધા .મંદિર ચોખ્ખું . પુજારીએ ફક્ત એક લાલ ગુલાબ ભગવાન પાસે મૂકીને બધા ફૂલ પાછા આપ્યા .ઘેર લાવી ને મુંઝવણ થઇ .બીજી બધી વખતે આવા ફૂલ તુલસી ક્યારે પધરાવી દેતી પણ આતો ગણપતિ ને ધરાવેલા ફૂલ એટલે શું કરવું .થોડા સૂકવીને પૂજાઘરમાં મૂક્યા અને બીજા બીજા બધા કુંડા માં નાખ્યા .
આ અનુભવ પછી એક મંગળવારે એ માજી પાસેથી મેં 2 રૂપિયાનો સિક્કો આપી ફક્ત 1 ગુલાબ કે સેવંતી નું ફૂલ આપવા કહ્યું .એટલે માજી અકળાઈ ગયા .લઈ જા તારો રૂપિયો . જોઈ મોટી ફૂલ લેવા વાળી …હું ફૂલ લીધા વગર મંદિર માં દર્શન કરીને પાછી ફરી ત્યાં સુધી એમનો બબડાટ ચાલુ રહ્યો ..
હું મૌન જ રહી ….અંદર જઈને જોયું તો છેક નજીક થી દર્શન કરીને પ્રદક્ષિણા કરવાને બદલે પુજારીએ અંદર પ્રવેશવાના દ્વાર પાસે બાંકડો મૂકીને અરધે થી ભક્તોને પાછા વાળવા વ્યવસ્થા કરેલી …..
શ્રદ્ધાની સામે ઘણા પ્રશ્નાર્થ ઉભા હતા .!!!! પણ ભગવાન અને મારી વચ્ચેથી એમને જાકારો આપી ઘેર પરત આવી ….
એમાં ઘણા વિકલ્પો હોઈ શકે પણ શ્રધ્ધા સર્વોપરી રહે છે …અને ભગવાન સાથે જોડતો ભક્તિનો સેતુ !!

Advertisements

2 thoughts on “ભક્તિનો સેતુ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s