સમય પહેલા


હા …. શોખ મને છે રેડીઓ સાંભળવાનો ..મારા એકાંત નો સાથી કે એકલતાનો સાથી જે કહો તે ….પણ ખબર નહિ હું જે જમાના માં જીવું તે જમાના ના ગીતો આસાની થી પચાવી જાઉં છું …સંગીત સારું હોય તો આ જમાનાનું પણ ચાલશે ..ફિલ્મ જૂની કરતા નવી જોવી જોઈ નાખું ..જમાના ને સમજવા ફિલ્મથી સારું માધ્યમ કોઈ નહિ .અને એને પચાવો એટલે કે વૈચારિક રીતે તો નવી પેઢી સામે સૂગ પૂર્વક ની એલર્જી થી બચી જવાય …
નવી પેઢી ની તડફડ ગમે ..ઘરમાં પણ જે હોય તે મોઢે કહે બસ આપણે આપણા જમાના ની મર્યાદા યાદ કરીને દુઃખી થઇ જઈએ પણ જો સમજીએ તો સમસ્યા સમજાય અને નવી પેઢીને અનુરૂપ ઉકેલ પણ નીકળી જાય ..
પણ આ નવી પેઢી મોબાઈલ સાથે ઇમ-મોબાઈલ થઇ ગયી છે ..અને ડોકી પુસ્તક ની જગ્યાએ 5-6-7 ઇંચની સ્ક્રીન પર બહુ વધારે હોય છે …
ફિલ્મ રઈસ નું લૈલા ઓ લૈલા હમણાં બહુ વાગે છે . મને કુદરતી જ ઝીનત અમાન અને કુરબાની ફિલ્મ યાદ આવી ગયી .. એ વખતે પણ આ ગીતનો ક્રેઝ દીવાનગી યાદ આવી ગયી ..પછી એવા ચારેક ગીતો ફરી વાગી રહ્યા છે એ સ્મરણ થયું ..પછીનો વિચાર એ હતો કે હવે સિકવલ બને છે અથવા જૂની ફિલ્મો નવેસર થી ફિલ્માવવામાં આવે છે . હવે એવું કેમ બને છે ??? હા નવી તરાહ ની ફિલ્મો પણ સફળ તો હોય છે પણ ગીતો માં નાવીન્ય કેમ નથી ?? સંગીત તો નવા આધુનિક વાદ્યો પર સરસ નીકળે છે તો શબ્દો નું માધુર્ય ક્યાં ??? ઘણી વાર ગીતની સુંદર ધૂન સાદા શબ્દો સાથે હોય છે …

કદાચ ….
કદાચ આ શરૂઆત છે .. આ ટેક્નોસેવી હોવાની આડઅસર છે ..જ્યાં વ્યક્તિગત અભિવ્યક્તિનો ખુબ ધીમી ગતિએ પણ હ્રાસ થઇ રહ્યો છે …. શાળામાં કાવ્ય સ્પર્ધા ની શરૂઆત કરવાની જરૂર છે .જ્યાં નાનું બાળક પોતાની વૈયક્તિક આગવી લાગણીઓ ને અભિવ્યક્ત કરી શકે ભલે એમાં કુતરા કે બિલાડી હોય ….પોતાની રીતે વિચારવા એને બાધ્ય કરાય ..જ્યાં કશું નવી વાત કરવા માટે કોચિંગ ક્લાસ કે ગાઈડ નું અસ્તિત્વ ના હોય ..
આ વસ્તુ ને મારા ઉપરના વિચારો સાથે જોડીને જુઓ તો તરત ખ્યાલ આવી જશે કે મૂળ ક્યાં છે જ્યાં સર્જનશક્તિ ને ધીમી ગતિએ લૂણો લાગવાની શરૂઆત થવા માંડી છે .. દાદા દાદીનો સાથ તો હોય છે પણ એમની વાર્તાઓ મૂક બની ગયી છે જે બાળકને પરીઓની દુનિયામાં લઇ જતી જ્યાં એક રાક્ષસ નો જીવ પોપટ માં કેદ હોય અને રાજકુંવર એની ડોકી મરડીને રાજકુમારીનો જીવ બચાવે … જોડકણાં ની દુનિયા એટલે બાળપણનો ઉત્સવ હતો . અંતકડી માં આજે પણ ગીતો છે પણ એનો સમય ક્યાં ???
કાર્ટૂન જોતા કલ્પના એ આત્મહત્યા કરી નાખી છે .
બીજું બાળકો સાથે જો વાત કરો તો એ લોકો એક જ વિકલ્પ થી વાત કરી શકે ..વધારે વિકલ્પો પાર વિચારવાની શક્યતા કુંઠિત થવા માંડી છે . આજની પેઢી સ્માર્ટ છે પણ ટેક્નોલોજી વગર નહિ …
શાળા નો એક દિવસ દફતર વગરનો હોય અને એક સાંજ હોમવર્ક વગરની ..ટ્યુશન માત્ર નબળા વિષય માટે જ અને રજાનો દિવસ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો દૂર રહેવાનો ..શાળામાંથી ફરજીયાત દર ત્રણ મહિને એક જંગલ ની ટ્રીપ માં જવાનું હોય … અને એક હુન્નર જે પોતાની રુચિનો હોય એ વિષય મુખ્ય વિષય હોય ..એના પર બાળકની કારકિર્દીનો વળાંક નિર્ધારિત થવામાં વધારે ભાર ગુણ આપવામાં આવે …
સૌથી પહેલા તો બાળકને પોતાની જાત માટે સમ્માન રાખવાનું શીખવાય .. એ સૌથી નાનું ફક્ત વય માં હોય પણ એનો મત પણ કુટુંબ માં સાંભળવો ફરજીયાત હોય ..આના થી એનામાં સૌથી વધારે તો આત્મવિશ્વાસ વધશે . એના મત ના અસ્વીકાર માટે તેને સમજ પડે એવી રીતે કારણો પણ આપી શકાય ..ઘરમાં ફક્ત દૈનિક નહિ પણ દરેક વયજૂથ ને અનુરૂપ વાંચન સામગ્રી મંગાવાય . અને પેલા ઇલેક્ટ્રોનિક નિષેધ ને દિવસે ઘરના સૌ ભેગા બેસીને એ વિષે ચર્ચા કરે તો કદાચ આજ ના સ્માર્ટ બાળકો ની સ્માર્ટનેસ ને યોગ્ય ન્યાય મળી રહે .
અને મારે કોઈ ગીત નું રીમેક ના સાંભળવું પડે ….ગીત સાંભળતા કાનમાં મુકેલા ઈયરફોન માંથી લાગણીના વહેણ ફૂટે ….
મારો આ સમય પહેલા નો લેખ છે … આ વાત વિષે હજી કદાચ વિચારવાનું સામાન્ય જન સમાજમાં ચાલુ નથી થયું ના બુદ્ધિજીવી વર્ગ માટે આ કોઈ બળતો પ્રશ્ન બન્યો છે ..પણ જો ઈમોશનલ ક્વોશન્ટ નું મહત્વ વધ્યું છે તો એક કેડી અહીં થી પણ શરુ થઇ શકે છે …

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s