Journey to inside


અધ્યાત્મ …. આ એક અવ્યાખ્યાયિત શબ્દ છે અને વ્યક્તિએ વ્યક્તિએ એની સમજણ પણ જુદી છે ..અધ્યાત્મ સાથે વિવિધ ક્રિયાક્લાપ જોડાયેલા છે .. દીવો પ્રગટાવવા થી માંડી ને નકોરડા ઉપવાસ સુધી ભક્તિ અને અધ્યાત્મને સેળભેળ કરી નાખીએ છીએ …
એક નાનકડો યાત્રા પ્રવાસ ફક્ત એક દિવસનો કર્યો ગયા અઠવાડિયે .આણંદ થી આગળ અરણેજ નામના ગામમાં બુટભવાની માતાજી નું સુંદર મંદિર જોયું .. આ મંદિર એવી જગ્યા હોય છે જ્યાં ફક્ત તનનું સ્નાન કરીને નહિ પણ મનને પણ નિર્મળ સ્વચ્છ કરીને જવાનું હોય છે જે યાદ નથી રહેતું . એમાં પ્રવેશ કરતાં વેંત જો આખા શરીર માં ઠંડક ની લહેર ફરી વળે તો સમજવું કે મન નાહીને આવ્યું છે .. અને તમને તમે કોણ છો ? ક્યાંથી આવો છો ?? વગેરે કશું પણ યાદ ના આવે .ફક્ત એકીટશે તમે સામે મૂર્તિમય બની જાવ …. અરે કશું માંગવાનું પણ યાદ ના રહે એ અધ્યાત્મ ..એક સંધાન હોય ..પછી લીમડી શહેર પહેલા ઝાંખણ ગામે ગયા ..અહીં ડિવાઇન લાઈફ મિશન સંચાલિત એક વિશાળ સંકુલ છે .તેમાં યોગશાળા , પ્રદર્શન , એક હોસ્પિટલ , ગૌશાળા ,ભોજનાલય ઉપરાંત એક સર્વાંગ સુંદર ત્રિનેત્ર મંદિર છે . આ એવું મંદિર છે જ્યાં એક જ મંદિર માં ત્રણ ગર્ભગૃહ નીચે બ્રહ્માજી ,વિષ્ણુજી અને મહાદેવજી ત્રણેવ દેવોની પ્રતિષ્ઠા થયેલી છે .ખુબ ચાલીને જવું પડે એમ વિસ્તારમાં ફેલાયેલું આ સ્થાન ..આજુબાજુ કોઈ ગામ નહિ પણ ખુલ્લા ખેતરો … એ મંદિર માં વસ્તી ચકલી કબુતરો ની અને ગંદકી પણ એમની જ ..પણ તોય લગાતાર સાવરણી થી એક સેવક સફાઈ કરતા રહે ..વચ્ચે ચોકમાંથી થોડા દાદર ચડી ત્રણ દિશામાં ત્રણ સર્વાંગ સુંદર મૂર્તિઓ ને જોઈને જ અભિભૂત થઇ જવાય .એટલું જ નહિ પણ બ્રહ્મા ,વિષ્ણુ અને મહેશ ના સમગ્ર પરિવાર ની પણ સુંદર આરસ ની મૂર્તિઓ …અંદર સુધી પ્રખર પરમ શાંતિનો અનુભવ થયો . હું કોણ ?? ક્યાંથી ??? શું ?? કોઈ સવાલ જ નહિ ..અંતરથી અવાજ આવ્યો કે આટલા દૂર આટલા સુંદર ધામમાં આવવું એક પરમ ચૈતન્યનો સંકેત છે .. એ એક ભાગ્ય ની વાત છે ..ભગવાનને પણ ઈંગ્લીશ તો આવડતું હોય જ એટલે થેન્કયુ કહ્યા વગર ના રહેવાયું ..
એક સ્વચ્છ ગૌશાળા માં ગૌમાતા ની સારસંભાળ કઈ રીતે લઇ શકાય તેનું સુંદર ઉદાહરણ …
બાર વાગ્યે મંદિરમાં આરતી થાય …શરુ થઇ ત્યારે ખુબ દૂર હતા ..ઝડપથી ગયા અને પ્રાર્થના મનમાં ચાલુ કે અમે પહોંચીએ એ પહેલા પુરી ના થઇ જાય !!! પહેલા બ્રહ્માજી પછી વિષ્ણુ જી અને છેલ્લે ભોલેનાથ ની ભવ્ય આરતી તન્મયતા થી જોઈ ..મન થાય કે આંખો મૂર્તિ પર ખોડાયેલી જ રહે પણ તે બંધ થઇ જાય અને અનંત પ્રકાશ ની અનુભૂતિ થાય ..આંખ ખુલી જ ના શકે .. એક અંગ્રેજ બાળા પુરી તન્મયતા થી એકાગ્ર ચિત્તે નગારા પાર દાંડી મારતી રહે …ત્યારે લાગ્યું કે કોઈક અગમ્ય શક્તિ તો જરૂર છે …એ અનુભવ હું કોઈ પણ શબ્દ માં વર્ણવી શકું એમ નથી …
ખાલીખમ દેખાતા આ મંદિર માં કેટલાય વિદેશીઓ ભોજન સમયે જોવા મળ્યા જે 45 દિવસનો કોર્સ કરવા આવેલા …એક દિવ્ય અનુભૂતિની વાત એક બહેને કરી અને કહ્યું ગુરુ જી 2 વાગ્યે દર્શન આપશે તમે જાવ .પણ આ મહિલાઓ નો પ્રવાસ હતો એટલે બસની બહેનો સાથે રહેવું ઉચિત લાગ્યું . એ બહેને જે આંતરિક અનુભૂતિ ની વાત કરી એ કદાચ જર્ની ટૂ ઇનસાઇડ કહી શકાય ..જ્યાં એક અરીસા માં પોતાનું પ્રતિબિંબ જોતા પોતાના કર્મો જે ખુદને જ પીડા આપે એવા કર્મો ની જગ્યાએ એક અગમ્ય અનુભવ થાય જે ફક્ત આનંદ કહી શકાય …પરમાત્મા ને મળ્યા નો આનંદ !!!!
ભીડભાડ થી દૂર સ્વચ્છ એવા ધર્મસ્થાન કેટલા ??? જે દિવસે અહીં ભીડ થશે ત્યારે શાંતિ ક્યાં જગ્યા શોધીને સંતાશે ???

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s