સ્માર્ટ સીટી


તમને ખબર છે એ વ્યક્તિનું નામ જેણે સૌથી પહેલા પોતાના દીકરા કે દીકરી ને એ વાયદો કરેલો કે દસમા ધોરણ માં તું આટલા ટકા લાવે તો તને સ્કૂટી અપાવીશ અને બારમાં ધોરણ માં આટલા ટકા લાવીશ તો બાઈક !!!!
તમને એ વ્યક્તિ નું નામ ખબર છે જેને આઈ આઈ એમ માંથી પાસ આઉટ થયા પછી 10 લાખનું પેકેજ ઓફર થયેલું અને પછી મેનેજમેન્ટ વિષય નો ભાવ લોકપ્રિયતા ની એ સીમાએ પહોંચ્યો કે દરેક ડિગ્રી સાથે એમ બી એ જાણે ફરજીયાત થયું હોય ….
તમને એ વ્યક્તિનું નામ ખબર છે જેણે જીવનની સફળતા નું કારણ દસમા બારમાં ધોરણના ટકા ને બનાવી દીધેલું અને એના વગર જીવવું મિથ્યા છે એમ ઠસાવી દીધેલું ( છોકરાવ કરતા માબાપ ના મગજ માં વધારે હોં કે !!! ) .
તમારી નિષ્ફળતાઓ ને સફળતા માં બદલવાનું સાધન એટલે તમારું બાળક એવી સમજણ ફેલાવનાર અને એ નિષ્ફળ જાય તો ફ્રસ્ટ્રેશન ઉતારવાનું પણ !!! દેશના વિકાસ માં અને પોતાના વિકાસ નું એક પરિમાણ એટલે ઘરમાં કાર હોવી અને વ્યક્તિદીઠ એક દ્વિચક્રી વાહન હોવું …
આ બધું એટલે યાદ આવ્યું કે ગઈકાલે અમારા વડોદરા ના દાંડિયા બજાર નામના વિસ્તાર નું એક સીમાચિહ્ન સમું મોટું બિલ્ડીંગ : અગ્નિશાંતિ કેન્દ્ર જે બરાબર સુરસાગર તળાવની બાજુમાં જ હતું। .હા હતું જ એટલે કહું છું એને તોડી પડાયું અને એનો તૂટેલો કાટમાળ રસ્તાની ઉપર પડેલો વિશાળ ઢગલો .. હું ત્યાં થોડી મિનિટ ઉભી રહી અને મારી આંખ માંથી આંસુ આવી ગયા …મકાન જૂનું હોય અને તૂટી ગયું હોય તો કદાચ દુઃખ ના થાય પણ આ તો અડીખમ મકાન તોડી પડાયું કેમ કે રસ્તા પહોળા કરવાના છે ..વડોદરા ને સ્માર્ટ સીટી બનાવવાનું છે ..
આ એ મકાન હતું જ્યાંથી આગ હોલવાતી ..રસ્તા પર પસાર થતી વખતે એ બસસ્ટેન્ડ નું નામ હતું . હેરિટેજ બિલ્ડીંગ નહોતું પણ એથી ઓછું પણ નહોતું .. લગભગ અઢી વર્ષની ઉંમર થી વડોદરા માં વસેલી છું એટલે સ્મૃતિઓ ના પડછાયા પણ એટલા જ લાંબા અને મજબૂત છે ..
રસ્તા પહોળા કરવા પડે છે કેમ કે ટ્રાફિક વધતો જ રહે છે ..એટલે જ મેં પહેલા કહ્યું કે દસમા ના બારમા ના ટકા પર વાહન ભેટ આપ્યું એ કોણ હતું કદાચ આ વાહનો ની વસ્તી માટે જવાબદાર વ્યક્તિ . ટકા માટે કોચિંગ માં સવારે પાંચ થી રાત્રે બાર સુધીના કોઈ પણ સમય માં જવા માટે બીજું બહાનું કે બાળકને વાહન તો આપવું જ પડે … ઉદારીકરણ ની નીતિ માં લોન ની થતી લ્હાણી જેને લીધે સેકન્ડ હેન્ડ કાર પણ હોય તો વટ પડે એ માનસિકતા અને લોન ના હફ્તા ભરવા માટે કરવી પડતી વધારાની દોડધામ માં કુટુંબ જીવન ક્યાં વિખેરાઈ ગયું એ પણ સુધ ના રહી અને કહેવું પડશે કે એનો કોઈ અફસોસ પણ નથી રહ્યો …પેકેજ ની માયાજાળ પાછળ વિદેશમાં ભણીને ત્યાંજ સેટલ થવાની ઘેલછા એ લોન ના ડુંગર માં થોડો વધારો કરી દીધો અને માં બાપ ને હવે આવતા જમાના માં વૃદ્ધાશ્રમ માં જવાની જરૂર નહિ રહે કેમ કે એમના સિવાય કોઈ ઘરમાં નહિ હોય …
ઊંચા ધોરણના જીવનની લાહ્ય માં સતત તાણ અનુભવતો વિદ્યાર્થી કે યુવક આત્મહત્યા કરે તો પણ કોઈને આ સમસ્યા માટે પોતે જ જવાબદાર છે એવો મનમાં ડંખ નથી થતો એ અફસોસ નથી થતો ..
હા આમાં મેડીક્લેમ બીમારીનો ખર્ચો પાછો મેળવી આપે એટલે બીમારી આપણા દેહને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવી દે એના માટે પણ આપણને કોઈ વાંધો નથી હોતો .. દરેક વસ્તુ માંથી અહીં પૈસા કમાવાનું સાધન મળી રહે છે ..ફિટનેસ માટે જિમ જાવ અને ફીઝ ભરો ..પેલા દસમા ધોરણમાં દ્વિચક્રી વાહનને બદલે સાયકલ જ ચલાવી હોત તો જિમ ની ફી ના ભરવી પડી હોત અને રસ્તા પાર વાહનો ની ભીડ શહેરની તસ્વીર ના બદલતી હોત …
એ તો સનાતન સત્ય છે કે બદલાવ જરૂરી છે .નવા આવનાર માટે જુના એ ખસી ને જગ્યા કરવી પડે છે ..પણ આ સ્માર્ટ બનવામાં માણસે પોતાની જાતને મશીન બનાવી દીધો છે અને વિચારવાનું કામ પણ મશીન ને સોંપી દીધું છે ..જગતભરની તમામ ખબર મોબાઈલ સ્ક્રીન પર દેખાય છે એટલે દુનિયા જીવન માટે અસહ્ય બની હોય એમ લાગે છે …
લેખિકા સુશ્રી પિંકી દલાલ નું એક ફેસબુક સ્ટેટ્સ બહુ ગમી ગયું :
आप #मोबाइल , #टीवी और #अख़बार छोड़ दीजिये तो इस #दुनिया से अच्छा कुछ नहीं।

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s