ફરી એક વાર વુમન્સ ડે


8 માર્ચ ..ફરી એક વાર વુમન્સ ડે …ફરી એક દિવસ સ્ત્રીનું બહુમાન (?) અને ઘણું બધું , સ્તુતિ ગુણગાન …અને 9 માર્ચ થી જૈસે થઈ ..આજે એક નવો દ્રષ્ટિકોણ તપાસવાનું મન થાય છે ..
બાળકી ને જન્મ આપો … હા ,આપ્યો …બાળકીને ભણાવો …હા ભણાવી … બાળકીને સ્વાશ્રયી બનાવો ….પગભર બનાવો જેથી એ પુરુષ પર નિર્ભર ના રહે અને પોતાની રાહ પોતાની રીતે નક્કી કરી શકે , જરૂર પડે ઘરને મદદરૂપ થઇ શકે ….સરસ … છોકરીઓ ને વધારે ભણાવો અને આકાશને આંબતી કરો .. હા પ્રોફેશનલ કોર્સ માં હવે છોકરીઓ નું પ્રમાણ વધ્યું છે ..હવે તેનું લગ્ન કરાવો ..
હું હમણાં એકદિવસય પ્રવાસ માં ગઈ ત્યારે મેં એક બેનને એક રસપ્રદ વાત કહેતા સાંભળેલા ..જો છોકરીઓ વધારે ભણે અને એને સાથે ભણતું પાત્ર ગમી જાય તો એના લગ્ન એની સાથે કરાવી દેવાના ..જે છોકરીઓ આવું નથી કરતી તેના માટે પોતાના સમાજમાં છોકરો મળવો મુશ્કેલ થઇ જાય છે ..એક તો પ્રોફેશનલ કોર્સ કરતા ઉંમર 25-26 ઉપર જતી રહે અને પછી ક્યાંતો ઓછા ભણેલા પાત્રો હોય અને ભણેલા હોય તો એના નખરા વધારે હોય …
અને આ વાત ખરેખર સાચી છે …
ચાલો આજે ચર્ચા નથી કરવી પણ એક બાયોડેટા લખું છું :
=========================================================
નામ : પ્રણવ રમણીકલાલ (અટક)
સરનામું : ન-203, કુંજબિહારી ફ્લેટ્સ ,મયૂરગંજ , સોલારોડ , અમદાવાદ
જન્મ તારીખ : 16/01/1986 .
વજન :70 કે.જી
ઊંચાઈ : 5′-11″
અભ્યાસ : B E ( Mechanical ) , M.B.A. ( From London )
નોકરી /વ્યવસાય : રિલાયન્સ ,હજીરા ,સુરત .
આવક : 450000 -500000 વાર્ષિક .
===========================================
કૌટુંબિક વિગત :
પિતાનું નામ : રમણીકભાઇ વજેચંદ (અટક )
વ્યવસાય : રિટાયર્ડ ઓફિસર ( ગુજરાત સરકાર )
માતાનું નામ : વિશાખાબેન રમણીકભાઇ (અટક )
વ્યવસાય : પ્રિન્સિપાલ , ————-માધ્યમિક શાળા , મહેમદાવાદ .
ભાઈ : મોટાભાઈ :રક્ષિત રમણીકભાઇ ( અટક ) , ઓફિસર ઓ એન જી સી . (પરિણીત )
ભાભી : ઇશિતા રક્ષિત (અટક ) ,હાઉસવાઈફ .
બહેન : અપરાજિતા નેલસન પોન્ટિંગ , ઓસ્ટ્રેલિયા .( પરિણીત )
=====================================================
અપેક્ષિત : એન્જીનીઅરીંગ /મેડિકલ / સી એ / એમ બી એ માં અભ્યાસ , નોકરી .. ભાવિ પત્ની મારા સમગ્ર કુટુંબ નું માન સન્માન જાળવે .. ઘર ,સામાજિક જવાબદારી ,મિત્રમંડળ અને નોકરી સંભાળી શકે .અને ફ્લેક્સિબલ એટીટ્યુડ ધરાવતી સુંદર યુવતી …
=========================================================================================
આ એક લગ્નોસ્તુક યુવકનો બાયોડેટા છે ..
તમને નથી લાગતું કે છેલ્લી વિગત માં આ એક લગ્નની નહિ પણ પત્ની તરીકે ની જોબ રિક્વાયરમેન્ટ છે ???!!!!!
સમજ્યા કે જોબ માં જે પ્રમાણેની જોબ હોય તે પ્રમાણેની શૈક્ષણિક લાયકાત જરૂરી છે પણ એક જીવનસંગીની માટે અભ્યાસ કેટલી હદે ઉપયોગી ?? પરસ્પર નું સંબંધોનું મેનેજમેન્ટ વધારે અગત્યનું હોય જ્યાં સંબંધ માં આર્થિક આધાર ઉપરાંત સંવેદના ની લાયકાત વધારે ઉચ્ચ હોય ત્યાં સંવેદના ને ઉગવા માટે આકાશ જ ના મળે એવી અપેક્ષા છે ..અને હા આ વિગત માટે 10 થી 12 યુવતીઓ ના બાયોડેટા વ્હોટ્સઅપ પર મંગાવીને એમાંથી વિવિધ ઇન્ટરવ્યૂ લઈને પસંદગી કરાય અને પસંદગી પામનાર છોકરી અને માતાપિતા પોતાની જાતને ધન્ય ધન્ય સમજે … એક સોનાની દુકાને દાગીના ખરીદીએ ,શાકભાજી ખરીદીએ તે વખતે જે પસંદગીની પ્રક્રિયા હોય તેવું કશુંક એક છોકરી સાથે થતું હોય એવું નથી લાગતું ???!! એક છોકરી જે જમાનાને ચાળે ના ચઢીને ફક્ત અભ્યાસ કરીને નોકરી લાયક બને અને એની પાસે માસ્ટર્સ ડિગ્રી હોવા છતાંય લગ્નની બજાર માં ગેરલાયક ઠરે ત્યારે શું લાગે છે ??એ નવ દીકરી માંથી કોઈ એક ખરેખર એક નબળા પાસા  સિવાય બધી રીતે યોગ્ય હોઈ શકે ( એના બાહ્ય દેખાવ ) પણ એના ગુણ બધાથી વધારે હોય .. વુમન્સ ડે એના માટે એક મજાક સમો નથી લાગતો ..અને લગ્ન લાયક ના ઠરવું એટલે આ બધું વ્યર્થ ગયા નો થપ્પો લાગી જાય …શું માં બાપ દીકરાની કોઈ પણ જાતના મોહ માયા વગર અને દિકરાથી વૃદ્ધત્વ માં સહાય ની આશાએ એક લાયક છોકરી માટે એક કામ કરી શકે ???!!…
એ દીકરીને પગભર તો હોય જ પણ એક વાત જરૂર કહે ..બેટા આપણી પાસે છત તો છે જ ..તારા લગ્ન માટે તને સમજે એવો યોગ્ય પાત્ર નહિ મળે તો તું હંમેશા માટે અમારી પાસે રહી શકે છે ..તારી કારકિર્દી ને મનગમતો વળાંક આપી શકે છે .. અમે તારી સાથે જ છીએ .ગમે તેમ પણ તું અમારી સામે તો રહી શકીશ ને !! તારી ચિંતા નહિ રહે ….અને હા થોડી સમય પછી જો તને પણ માં બનવાનું મન થાય તો તું એક અનાથ બાળકને દત્તક લઈને એનો સહારો બની શકે છે .. તું ચિંતા ના કરીશ અમે તારી સાથે છીએ ..

=========================================================================================
હવે આ વુમન્સ ડે પર એક છોકરીનો બાયોડેટા :
===================================
નામ : કીર્તિ રમેશ નીના (અટક ).
સરનામું : એ -2, વ્યોમપાર્ક ,આકાશદીપ એવન્યુ , થલતેજ ,અમદાવાદ .
અભ્યાસ : એમ કોમ , ડિપ્લોમા ઈન ટેક્સેશન , સી એ( સી પી ટી )
જન્મ તારીખ : 16/09/1989
ઊંચાઈ : 5′-4″
નોકરી : ટી સી એસ ,ગાંધીનગર .
======================================

સરનામું : રમેશ વિનય (અટક ) .
વ્યવસાય : ધંધો
માતા : નીના (અટક )
વ્યવસાય : હોમમેકર .
ભાઈ : નથી .
બહેન : રીશા . ( પરિણીત )
===================================
અપેક્ષિત : મારો જીવનસાથી જો લગ્ન બાદ મને નોકરી કરાવવા માંગે તો એને મારા ઘરના દરેક કામ માં મદદરૂપ થવું પડશે . મારી પરિણીત બહેન અમેરિકા છે .એટલે એના માં બાપ ની જે રીતે હું કાળજી લઉં તે રીતે હું મારા માં બાપની કાળજી લઇ શકું એ સ્વતંત્રતા જોઈશે .. મારા પિતા જી જયારે 58 વર્ષના થાય ત્યારે હું એમને મારા પગાર માંથી અર્ધો પગાર આપીશ એ બાબતે સહમત હોવા જોઈએ . બાળકો ના ઉછેર માં પણ ખભેખભા મિલાવીને એમને સારા વ્યક્તિ બનાવી શકીએ એ માટે જાગૃત હોવા જોઈએ . અને જીવનસાથી ના માં બાપ માટે હું વહુ નહિ પણ દીકરી બનીને રહી શકું એવું સુમેળ ભર્યું વાતાવરણ બનાવવામાં મને આપ સૌનો સહકાર જોશે ..
અને હા મારી ડિગ્રી ,પગાર કે જોબ જોઈને નહિ પણ જીવનસાથી તરીકે સ્વભાવ નો સુમેળ સાધી શકે અને સંવેદના નું મૂલ્ય સમજી ને મને નારી તરીકે ગૌરવ આપી શકે, મારા વ્યક્તિત્વનો નિખાર કરી શકે અને એના જીવનમાં હું એની પ્રગતિની ભાગીદારી કરી શકું એવા હમસફર ની તલાશ છે ..
====================================================
ઇતિ …

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s