આપણું શિક્ષણ : (1)


આજકાલ અમારા વડોદરા માં સ્કૂલ ની ફી માં વધારા વિરુદ્ધ વાલીઓ ની ચળવળ ચાલી રહી છે અને મેનેજમેન્ટ ને ઝૂકવું પડે છે .. સારી આબોહવા છે .પણ મોંઘવારી શિક્ષણમાં પણ નડે છે . સરેરાશ જોઈએ તો આપણા જમાના માં આપણું જે કોલેજ સુધી ના શિક્ષણ ના ખર્ચમાં આપણું બાળક કે જી સેક્શન સુધી જ ભણે છે ..અને એ સરેરાશ જળવાઈ રહી છે … ત્યારે પ્રશ્ન ઉદ્ભવે છે શિક્ષણ એટલે શું ??? અને શાળામાં શિક્ષણ ઉપરાંત બીજું શિક્ષણ હોઈ શકે કે નહિ ???
કોઈ પણ વસ્તુ વિષે જાણકારી મેળવવી ,એને સમજવી અને વાસ્તવિક જીવનમાં એના ઉપયોગ ને સમજવો અને ઉતારવો એટલે શિક્ષણ … શિક્ષણ શરુ ક્યાંથી થાય ???
સોરી તમે ખોટા છો કે નર્સરી થી ..શિક્ષણ તો માં ના ગર્ભ માંથી શરુ થાય છે … ગર્ભ ના સંસ્કાર અને શિક્ષણ , માતાના વિચારો અને ડી એન એ થી એની રૂપરેખા રચાઈ જતી હોય છે … ગર્ભ માંથી બહાર આવતું બાળક પહેલા રડે કેમ છે ??? ગર્ભ માં થયો નાળ માંથી એને ખોરાક ,પોષણ ,શ્વસન મળતું પણ નાળ થી કપાઈ ગયા બાદ સૌ પહેલા એ શ્વાસ લેવા માટે રડે છે … પોતાના ફેફસાને ખોલવાની આ પદ્ધતિ એને કોઈએ શીખવી નથી …બાળક જન્મે છે ત્યારથી સ્વચ્છતા પ્રિય છે ..કુદરતી હાજત બાદ તે રડે છે અને ભૂખ લાગે તો પણ રડે છે અને એ રુદન વચ્ચે નો ફર્ક જેની સાથે જોડાણ નવ મહિના સુધી રહેલું હોય એ માં પારખી જાય છે .. માતા નું દૂધ પીતી વખતે એને કોઈ શીખવાડતું નથી …. એથી આગળ એ જેમ જેમ મોટું થાય છે તેમ તેમ પડખું ફરવું હસવું રડવું , પગલાં ભરવા એ આપોઆપ શીખતું જાય છે …અને બહુ ઓછા લોકોને ખ્યાલ આવે છે કે બાળક સામેની વ્યક્તિની નકલ પણ કરે છે . એની સાથે વાત કરતા અનુભવ્યું પણ હશે .કોઈ સ્વીચબોર્ડ તરફ હાથ લઇ જાય એટલે એની સાથે પાંખો કે લાઈટ થશે એ રીતે બાળક આંખ પણ ફેરવે છે . એ કોઈ પણ વ્યક્તિના કપડાં કે હાથ સજ્જડ પકડી રાખે એટલે સમજવું કે આમ ના કરવાથી પડી જવાશે એવો કોઈક ભય એના મનમાં હોય છે જ . એક વાર તે દાઝે તો આગ પાસે નહિ જાય …આમ જીવન પરત્વે નું શિક્ષણ જે ગર્ભ થી લઈને નીકળે છે અને આપણે પછી શીખવાડીએ છીએ મનુષ્યની જમાત માં ભળતા ….
કોઈ પણ બાળકની માં એની પહેલી શિક્ષક હોય છે અને એ કેવી રીતે શીખવે છે એના પર એના જીવનમાં મહત્વ ના બદલાવ આવે છે .
મોંઘીદાટ શાળામાં મુકવામાં આવતા બાળકો ના માતા પિતાએ કેટલાક પ્રશ્નો પર જરૂર વિચારવું જોઈએ ..શું એ આવતી કડીમાં ….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s