આપણું શિક્ષણ : 3

પહેલા તો બારી ખોલી અને એમાંથી આંખ બહાર સ્થિર થઇ …સળીયો પકડીને ઉભા રહેતા બાળકને બહાર ની દુનિયા માં રસ પડ્યો અને બહાર જવાનો ચસ્કો પણ પડ્યો …એં એં કરીને બહાર જતા સૌ સાથે બહાર જવું હોય ..કેમ કે એને માટે પણ જગત એક સરસ જગ્યા છે .. એક માખી વંદો કે સાપ વચ્ચે ફર્ક સમજતું નથી અને એને પકડવા જાય છે ..એની અંદર જિજ્ઞાસા નો અફાટ મહાસાગર હિલોળા લે છે … આપણે બધી વસ્તુઓ ને નામ થી ઓળખીએ છીએ અને ધીરે ધીરે એ નામ થી તેને બતાવીયે છે એટલે એની તેજ યાદશક્તિ ના આધારે જયારે બીજી વાર એ નામ બોલાય ત્યારે તે વસ્તુ તરફ તે જુએ છે .. પાંખો ,ટ્યુબલાઈટ ,ઝાડ , ગાય ,કૂતરો વગેરે વગેરે ..આપણને આ વસ્તુ બહુ સહજ લાગે છે પણ જીવનનું પહેલું શિક્ષણ જ આ છે કે આપણે મનુષ્ય કેટલી બધી વસ્તુઓ સાથે સહઅસ્તિત્વ ધરાવીએ છીએ !! એ બધા પણ આપણા જીવનનો ભાગ છે ..પૂંછડે થી માખી ઉડાડતી ગાય હોય કે ઊંઘી ગયેલું કૂતરું બાળક માટે તો બધી કુતુહલ ની વસ્તુ ..જ્યાં સુધી બોલતા નથી આવડતું ત્યાં સુધી તીક્ષ્ણ નજર થી અવલોકન કરે છે …આપણી ભાષાની નકલ કરીને બોલતા શીખે છે …ધ્યાન રાખો કે સારું બૂરું ,અર્થ અનર્થ ના પરિચય થી દૂર બાળક હજી નકલ જ કરે છે ..અને હવે એની દુનિયા થોડી વિશાળ બને છે …કુટુંબના સભ્યો ઉપરાંત પાસ પડોસ ના લોકો ને પણ તે નીરખે છે અને શીખે છે …લોકોની આદતો ની નકલ કરે છે ..અહીં જ એનું ખરું શિક્ષણ શરુ થાય છે અને હવે માતા સિવાય ઘરના બીજા સભ્યો પણ તેમાં સામેલ થાય છે …આને અત્તી કરો , ચાલો કાકાને જે જે કરો આ બે વસ્તુ બહુ ભિન્ન છે પણ બેઉ વસ્તુ રીતસર શીખવાડાય છે ..અહીં તાત્વિક ભેદ સમજાવવાનો અને ખરા અર્થમાં સંસ્કાર સિંચન નો તબક્કો આવી જાય છે . તમારી વર્તણુક અને સંસ્કારો બીજી પેઢી તરફ વહે છે અને પ્રવાહ પકડે છે ..તમારા આચાર અને વિચારની ભિન્નતા હોય તો ગમે તેટલું નાનું બાળક હોય તે કદાચ દલીલ નહિ કરે પણ સમજી જાય છે ..આવું કેમ કરાય છે એનો તર્ક નથી સમજી શકતું પણ એ બસ એવું કરે છે ..ખોટું કરતા બાળક ને ટોકવું એ ફક્ત માં નો નહિ કુટુંબના દરેક સભ્યનો ધર્મ છે .પણ ખોટું પોતે પણ ના કરવું એના માટે તર્ક ના શોધતા અને બાળક પૂછે તો નિખાલસ જવાબ આપી શકો તો બાળક આજીવન તમારી આમન્યા જાળવશે …બાકી તો પોતાના બુટ માં દીકરા નો બુટ આવે એટલે સાથે બેસીને સિગરેટ ડ્રિન્ક પીવા પડે છે ….
આજે સ્ત્રી સમ્માન ની વાતો બહુ થાય છે પણ આ તબક્કે જ બાળકને નાનપણ થી એ સંસ્કાર આપી શકો કે કોઈ પણ સ્ત્રી માટે તે માનની નજરે જુએ …બહુ મોટા પ્રવચનો નહિ પણ એક પતિ પોતાની પત્નીની સાથે સમ્માનિત વર્તણુક કરશે તો બાળક આપોઆપ શીખી જશે ..પોતાની બહેન દીકરી માં ને સારી
રીતે ટ્રીટ કરશે તો બાળકને એક્સ્ટ્રા ક્લાસ આપી સમજાવવું નહિ પડે …. બાળકને નાનપણ થી બુરા થી દૂર ના રાખો પણ બુરી વસ્તુ કેમ બુરી છે એનો સચોટ તર્ક સમજાવો એ જરૂરી છે ..મોટી મહેલાતો માં રહેતા બાળકને ક્યારેક ઝૂંપડપટ્ટી ની જિંદગી પણ બતાવો અને સમજાવો …
સૌથી વધારે તો ઈશ્વર માટે શ્રદ્ધાનું આરોપણ કરો …..કેમ કે માનો કે ના માનો પણ ઈશ્વર અંધશ્રદ્ધા નહિ પણ સાચી શ્રદ્ધાનો પાયો ત્યારે જ નાખી શકાય .. ઘણા ઘરમાં સવારે બહાર જતી વખતે માતા પિતાને પગે લાગે છે પણ દિવસના અન્ય ભાગમાં તેમને હડધૂત પણ કરાય ….તો પગે લાગવાનો કોઈ અર્થ સરે નહિ ..ભલે તમે પગે ના લાગો પણ એમની કાળજી લો ,એમની લાગણીની આમન્યા જાળવી જાણો તો સાચું ઉદાહરણ બને બાળક માટે ..આ ફર્ક સમજાવો એમને તમારા શબ્દો થી નહિ તમારા વર્તન થી …
દુનિયા એક વિશાળ પાઠશાળા છે અને તેમાં તમારી વિચારધારા ને અનુરૂપ નહિ પણ દુનિયા સાથે સારું નરસું સમજાવી ને અનુકૂલન સાધનાર વ્યક્તિ માટે કોઈએ ચિંતા નથી કરવી પડતી …
પાઠશાળા માં પગ મુક્ત પહેલા તો બાળક ના ચરિત્રનું નિર્માણ મહદઅંશે થઇ જાય છે .. એ પાયા માટે સભાન રહેનાર શિક્ષણ માટે સહજ માર્ગ તૈયાર કરી શકે છે …

Advertisements

આપણું શિક્ષણ : 2

એક સરસ મજાનો લેખ વાંચવા મળ્યો અને તેને તમારી સાથે વહેંચ્યો પણ ખરો …
આપણી શૃંખલા આપણું શિક્ષણ ની બીજી કડી આજે જોડીએ ….
ગયા વખતે સમાપન માં માં એટલે બાળકની પહેલી શિક્ષક એમ કહેલું .. આજકાલ ચૈત્રી નવરાત્રી એટલે માં ની ઉપાસના ના દિવસ અને માહાત્મ્ય છે એટલે એ માં સાથે આપણી જન્મદાતા માં હોય છે પણ એ સિવાય પણ કોઈ એક સ્ત્રી એવી હોય જે દેવી ના હોય માં પણ ના હોય તો પણ એ માં જેવા સંસ્કાર આપણા પર સીંચતી જાય … એ સ્ત્રી કોઈ સંબંધી કે શિક્ષિકા પણ હોય કે પછી પત્ની જયારે સંતાન ને જન્મ આપી માં બને ત્યારે તમે એક પત્ની અને એમાં છુપાયેલી માં વચ્ચે નો ભેદ જાણો અને સમજી શકો કે માં એ જીવન ની ધુરા પત્ની ને સોંપી હોય ત્યારે માં ના અમુક કાર્યો પત્ની આગળ ચલાવશે। . ભોજનેષુ માતા …
માતાના દૂધ પછી ખોરાક ધીરે ધીરે આપવો શરુ થાય ત્યારે બાળકનું મેનુ તપાસજો ..લગભગ કોઈ ડાયેટિશિયન ના કોર્સ વગર સૌથી વધારે પૌષ્ટિક આહાર બાળકને માં આપે છે અને એના સ્વાસ્થ્ય નો પાયો એના પાર મુકાય છે …બાટલીનું દૂધ પણ એમાં આવી જાય ..
બાળકને સ્વાદની પરખ પણ હોય છે એટલે એ પોતાની પસંદ ના પસંદ પણ વ્યક્ત કરે છે … આપણે એટલા બધા સતર્ક રહીએ કે ડોક્ટરે દર બે કલાકે ફીડિંગ કરવાનું કહ્યું હોય તો ઘડિયાળના કાંટે કરીએ ..પણ બાળક પોતાને જો ભૂખ હશે તો જ ખાશે અને કોઈ દુઃખ હશે તો નહિ ખાય અથવા ભૂખ ના લાગી હોય તો પણ પરાણે નહિ જ ખાય ..ત્યારે સીધા ડોક્ટર અને પરિચિતાઓં સાથે વાત ચાલુ ..બાળકનું શરીર એના માં બાપના ડી એન એ પર આધારિત હોય એટલે એમની આદતો કેટલીક સહજ હોય તો એમાં બીજાને પૂછીને કેવી રીતે સમાધાન શોધાય કે જ્યાં દરેક મનુષ્ય નું શરીર અને ડી એન એ એક જેવું નથી હોતું …એટલે પાયો ખોટો મુકાય છે ..
તાવ આવે ત્યારે બાળક શાંતિ થી સુઈ રહે અને ઉતરે એટલે રમવા માંડે …તાવની ફિલોસોફી પણ સરળ છે પણ નાનપણ થી ટેસ્ટિંગ ના ચક્કર માં કેવા પડી જઈએ છીએ .. ક્યારેક તો એવું લાગે કે વધારે ભણેલા વધારે ખરડાય ..કેમ કે ભણેલી વ્યક્તિઓ ગણેલી હોય એ જરૂરી પણ નથી ને !!!??
બાળક ભાંખોડિયા ભરતા અને પછી ચાલતા શીખે છે ..કેટલીય વાર પડી જાય અને જાતે ઉભું પણ થાય છે ..અને એક વાત તો બધાને ખબર હશે કે બાળક પડી જાય ત્યારે એનું કોઈ પ્રિયજન નજીક હોય તો એ રડે પણ પાસે કોઈ જ ના હોય તો ચુપચાપ ઉભું થઈને રમવા પણ માંડે …
છેલ્લા ફકરા માં જીવનની ફિલોસોફી છે સુખ માટે ની જે નાનપણ થી મળેલી છે જે મોટા થતાં આપણે ખોઈ નાખી છે …
* તાવ આવ્યો :તકલીફ હોય તો શાંતિ રાખવી ,થોડો વિશ્રામ કરી લેવો સમય સાથે બધું બરાબર થશે ..
* ટેસ્ટિંગ : નાનકડી તકલીફો ના મોટા ઈલાજ શોધીએ છીએ અને જાતે નક્કી કરી નથી શકતા ..દરેક વસ્તુ માં એટલું બધું સ્પેશિયલાઈઝેશન વધી ગયું છે કે કાલે કદાચ ડાબી આંખ અને જમણી આંખના ડોક્ટર પણ જુદા હશે . એટલા બધા પરાધીન કે નાડી થી પરખાતો રોગ હવે લેબોરેટરીની કસનળી માં ફરતો રહે છે …
* રેડી રેકનર પર પરાવલંબન : દરેક વસ્તુ માં તૈયાર અનુસૂચિ ની આદત અને હવે તો હાથવગો સ્માર્ટ ફોન ..એનો વપરાશ ક્યાં કરવો અને કેટલો કરવો એની દિશાવિહીનતા …આટલા બાળકનું આટલું વજન અને આટલા લક્ષણો ના હોય તો બાળક તકલીફ માં છે એનું રટણ …
* કોઈ પણ કામ માં નિષ્ફળતા મળે તો પડી જવાય પણ પછી ઉભા થઈને સફળતા ના મળે ત્યાં સુધી પ્રયત્ન ચાલુ રાખવો પડે કંટાળ્યા વગર …જો કોઈ સાચો પ્રિયજન નજીક હોય તો રડીને પીડા કહી શકાય અને માર્ગદર્શન મેળવી શકાય ..કોઈ ના હોય તોય ગભરાયા વગર આગળ વધવું પડે …
આ બધું થતું હોય ત્યારે માં નામની શિક્ષક સાથે હોય અને બાળકને સમજાવતી હોય … એટલે જ માં એટલી પહેલી શિક્ષક જેનું શીખવેલ કદાચ પુસ્તક એની પણ જીવનની પરીક્ષા માં વધારે કામ આવે …..
એક સ્વસ્થ શરીર અને સ્વસ્થ મનની પ્રણેતા જેના પર એક વ્યક્તિત્વ નો પાયો નખાય એ આપણી પહેલી શિક્ષક અને એ જ આપણું પ્રથમ શિક્ષણ ….
આવતી કડી માં ઘરનો ઉમ્બર ઓળંગીને બહાર પહેલું પગલું મુકીશું …
આપણું શિક્ષણ :2

​શિક્ષક એટલે કોણ?

આજના શિક્ષકને તેની સમાજમાં શું ભૂમિકા છે તેની સમજણ આપતો સચોટ લેખ …
માં બાપ ને મોંઘીદાટ ફી ભર્યા પછી શાળા માં બાળક શું આ શીખે છે એની માર્ગદર્શક અને દીવાદાંડી રૂપ લેખ ..
અને બાળક માટે શિક્ષકનું આજીવન શું સ્થાન છે તે સમજાવતો લેખ …….
====================================
ગઈકાલ થી મેં શિક્ષણ વિષે એક શૃંખલા રૂપ પોસ્ટ લખવાની શરુ કરી ત્યારે આ લેખ ને પણ એમાં આના લેખકને તેમના લખાણ સાથે જ સંપૂર્ણ ક્રેડિટ સાથે રીબ્લોગ કરવો યોગ્ય લાગ્યો ..

Coffee Table

શિક્ષક એટલે કોણ?

ખુબજ મજાની વાત છે!

અને છતાંયે છે કંપાવી મૂકે તેવી!

એક શાળાના આચાર્ય એ વિદાય સમારંભના પ્રવચન માં કહેલું કે,

“ડોક્ટર તેના બાળકને ડોક્ટર બનાવવા માગતો હોય છે,

એંજીનીયર તેના બાળકને એંજીનીયર બનાવવા માગતો હોય છે,

અને કોઈ બિઝનેસમેન તેના બાળકને કોઈ કંપની નો સીઈઓ બનાવવા માગતો હોય છે!

પરંતુ એક શિક્ષક પણ તેના બાળકને આમાનું જ કૈંક બનાવવા માંગતો હોય છે!

કોઈ ને ય પોતાની અંગત પસંદગીથી શિક્ષક બનવું નથી.

ઘણું દુ:ખદ છે, પરંતુ હકીકત છે!

ભોજન સમારંભમાં ટેબલ ની ફરતે બેઠેલા મહેમાનો જિંદગી વિષે ચર્ચા કરી રહ્યા હતા. એક વ્યક્તિ જે કોઈ કંપની ના સીઈઓ હતા, તેમણે શિક્ષણ માં રહેલ મુશ્કેલી ની ખુલાસાવાર ચર્ચા કરવાનો નિર્ણય કર્યો. તેમણે દલીલ કરી કે, “જે વ્યક્તિ એ પોતાની જિંદગી ના ઘડતર માટે શિક્ષણને શ્રેષ્ઠ વિકલ્પ તરીકે પસંદ કરેલ હોય, તેની પાસેથી કોઈ એક બાળક શું શીખી શકે?”

પોતાના મુદ્દા ઉપર વધુ વજન આપવાના હેતુથી તેમણે ટેબલના બીજા છેડે…

View original post 415 more words