આપણું શિક્ષણ : (4)

ચાલો બાળક હવે બે વર્ષનું થઇ ગયું ..જાતે ચાલે છે . હાજત વિષે જણાવે છે અને ઘણું ખરું બોલી પણ લે છે ..અરે હા બાજુ માં પ્રિ સ્કુલ પ્લે સેન્ટર ચાલે છે ..ચાલતા જવાય એવું છે ..સવારે નવ થી બાર … એમાં મૂકી દઈએ .. સવાર નું કામ પણ જલ્દી પરવારી જવાય અને બપોરે જમીને થાકેલું બાળક સુઈ જાય એટલે મમ્મી ને હાશ થાય …અને હા હવે તો હરીફાઈનો જમાનો એ પણ ગળાકાપ હરીફાઈ એટલે બાળક ત્યાં લખતા વાંચતા પણ શીખવા માંડે તો સારી સ્કૂલમાં એડમિશન નો પ્રોબ્લેમ ના થાય … ચાલો હવે સ્કૂલની ઈન્કવાયરી શરુ થઇ ગયી …અરે બાળક હજી માંડ સ્થિર ડગલાં માંડતું અને આસપાસની દુનિયાને ઓળખતું અને એનો આનંદ લેતું થયું ત્યાં એને કેદ ની ટેવ તો પાડવી જ પડે !!! યુ નો મારે ત્યાં પણ આઈન્સ્ટાઈન જ જન્મ લઈને આવ્યા છે અને નહિ હોય તો હું એને બનાવીને જંપીશ અને મારા પૈસા પાણીની જેમ વહાવીશ ..એને સારા માં સારી સ્કૂલમાં જાતે વેચાઈ ને પણ શિક્ષણ આપીશ ….
દાદા સાથે પતંગિયું પકડીને ખુશ થતા બાળકને આપણે આપણા માનસ માં તો હાર્વર્ડ નો ગ્રેજ્યુએટ બનાવવા સુધીનો પ્લાન કરી નાખીએ છીએ …
મારું માનવું છે કે પહેલા પાંચ વર્ષ તો બાળક ને ઘરમાં જ શિક્ષણ મળવું જોઈએ અને અક્ષરજ્ઞાન પણ એમાં સામેલ છે …નજીકના સંબંધોથી કેળવાઈ ચૂકેલું બાળક એને સહેલાઇ થી ગ્રહણ કરી શકે અને એમાં જો કોઈ મુશ્કેલી આવે તો માં બાપ સમજી શકે ..સારી રીતભાત થી માંડીને સામાજિક ફરજો સુધીનું શીખવી શકાય …યાદ રાખીએ કે બાળકનું જીવન તો એના પહેલા પાંચ વર્ષમાં જ ઘડાઈ જાય છે અને એમાં એ જે શીખી લે એના પર જ એની આખી જીવન શૈલી નો પાયો નંખાઈ જાય છે …હા …આખા જીવનની જ વાત કરું છું … અને બે વર્ષની ઉંમરે બહાર જતું રહેતું બાળક શું શીખી રહ્યું છે એને જાણવા માટે આપણે બીજાઓ પાર આધાર રાખીએ છીએ અને આપણા ગણતરીના પેરામીટર ને ચકાસી ને એનો વિકાસ બરાબર છે એમ નક્કી પણ કરી નાખીએ છીએ …પ્રિ સ્કૂલ તો ઠીક પણ વધુ પડતા ઉત્સાહી માતા પિતા તો નર્સરી સ્કૂલથી બાળકનું ટ્યુશન પણ રાખી દે છે ….( યુ નો કે આમ બપોરની કિટ્ટી પાર્ટી નો ટાઈમ પણ સચવાઈ જાય અને વટ પણ પડે કે યુ નો આપણે કેટલા ” જાગૃત ” “પેરેન્ટ્સ “છીએ ) ..બાળકને મોબાઈલ તો આપણે ઘોડિયા માંથી આપતા થઇ ગયા છે ..વૉટ્સએપ પર આવતા સોરી ફોર્વર્ડતા વિડિઓ તો જોઈએ જ છીએ …રડતું બાળક છાનું રહી જાય છે એટલે એને પકડાવી દો . પણ એ રડે છે કેમ ?? એ જાણવાનું નાનપણથી બંધ થઇ જાય છે …શું કરીએ મોમ પણ ચેટ કરતી હોય એટલે !!!!……… કનેક્ટ રહેવાની લાહ્ય માં આપણે સાવ નાના બાળકને પણ ખુદ થી પણ ડિસ્કનેક્ટ કરી રહ્યા છીએ એ પણ જાતે કરીને। ..અને પછી થોડા વર્ષ પછી જનરેશન ગેપ પાર લેક્ચર આપીશું અને ડિસ્કસ કરીશું કેમ !!!???
એક નાનકડા રૂમમાં ઘણા બધા ચિત્રો ને રોજ બોલાવતી એક મેડમ તો પોતાનું પર્સ રૂપિયા થી ભરી દે છે ..સાથે રહેતી બાઈ બાળક ના મળમૂત્ર જો કરે તો સાફ કરી દે પણ જોડે ધમકાવતી હોય એ કોણ જાણે ???!!! બાળક બહારની દુનિયાથી ડરતું થઇ જાય આવા એક બે વ્યક્તિ પણ એના બાળપણમાં આવી જાય તો …. રીતસરનો વેપાર મંડાઈ ચુક્યો છે પૈસા કમાવવા માટે નો અને માં બાપ પણ પૈસા ખર્ચે છે પોતાનું ઊંચું સ્ટેટસ બતાવવા માટે પણ એમાં રૂંધાઇ જાય છે એક બાળપણ એનો ખ્યાલ ક્યારે આવે છે એ તો આપ બધા જાણો છો જ ….
આજના જમાના માં પણ જે સારું છે એને કોઈ જ જાહેરાત ની જરૂર નથી પડતી . એ તો માઉથ પબ્લિસિટી થી જ પ્રખ્યાત બની જાય છે ..ચાહે સારું મુવી હોય કે સારી સંસ્થા …
એક વાત એડમિશન વખતે જરૂર વિચારો ..કે આ વર્ષે શાળાનો એક વિદ્યાર્થી બોર્ડ માં 99.99 % લાવ્યો છે એમાં બીજું શું શું છે ?? વિદ્યાર્થી ની પોતાની પ્રતિભા + એના ટ્યુશન ક્લાસ ની સંખ્યા + એની ગ્રહણ કે ગોખણ શક્તિ (!!!!) આ બંધ કમરા ની વાત છે ભાઈ !! અને શાળા ની શિક્ષકો ની મહેનત …
એક વિદ્યાર્થીના પરિણામ પણ એડમિશન સિક્યોર કરાવતા માં બાપ એ ધ્યાન રાખે કે એમનું બાળક તો હજી આવતા ઓછામાં ઓછા દસ વર્ષ પછી આ જગ્યાએ પહોંચશે તો આજના પરિણામ ને કેટલું ગ્રાહ્ય ગણવું ??? દસ વર્ષમાં તો ઘણું બદલાઈ ચૂક્યું હશે ….આપણા બાળક ની ક્ષમતા સૌથી પહેલા જોવાય કેમ કે બિનજરૂરી બોજ એના બાળમાનસ ને કચડી નાખે છે ..એને એની પોતાની ગતિએ ખીલવા દો …
આજનું એક પરિમાણ એ પણ છે કે જેટલી ફી વધારે એટલી સ્કૂલ સારી કહેવાય ..પછી એવી બધી સગવડો માટે દર વર્ષે પૈસા જુદા જુદા કારણોસર ઉઘરાવાય કે કે વાલી ચૂં કે ચા ના કરી શકે … એ શાળાના શિક્ષકોની ડિગ્રી કરતા એ લોકો કેટલી સરળતા થી વર્ગના મહત્તમ બાળકો ને શીખવી શકે એ તો કોઈ જોતું જ નથી … બાળકો ના લંચ મેનુ પર ધ્યાન આપનાર એના જ્ઞાનની ગ્રાહ્યતા પર ક્યારેય ધ્યાન નથી આપતા …શિક્ષા પણ શિક્ષણ માટે જરૂરી છે એ પરિમાણ તો શાળાના સંચાલકો ને પરાણે બાદ કરવું પડે અથવા એનો ખોટો ઉપયોગ પણ થાય ….
એવો દિવસ ક્યારે આવશે જયારે બોર્ડ કે યુનિવર્સીટી માં ટોપ કરનાર વિદ્યાર્થી એવું કહેશે કે હું શિક્ષક બનવા માંગુ છું …અને પ્રાથમિક શિક્ષક તરીકે પોતાની કારકિર્દી ઘડીશ !!!!
રાહ જોઈએ। ..પણ આમાં લાખોના પેકેજ નથી હોતા એટલે શક્યતા નહીંવત છે ..
હા। .જો તમે રિટાયર્ડ છો કે કૈક જાણો છો અને આ બાળપણમાં કશું તમારી તરફથી અર્પણ કરવા માંગો છો તો આપણે સરકાર એક તક આપી રહી છે એને ઝડપી લેજો …એક અમૂલ્ય અવસર બનશે અને બાળકના જીવનના ઘડતર માં એક અગત્યનો ફાળો પણ મળશે …
વિદ્યાજંલી યોજના જેની માહિતી માટેની લિંક આ પ્રમાણે છે ..
vidyanjali.gov.in

Advertisements

સંવેદનાની સેલ્ફી

ચલ બેટા સેલ્ફી લે લે રે ….!!!!
એક લોકજીભે ચડેલું ગીત … સ્માર્ટફોન માં કેમેરાના ફીચરને એટલું બધું એડવાન્સ કરી દેવાયું કે કેમેરા માં ફોટો લેવો એ તો ડાબા હાથનો ખેલ થઇ ગયો ..પછી એમાં એક નવું ફીચર ઉમેરાયું તે ફ્રન્ટ કેમેરા ..શરૂઆત માં એના મેગા પિક્ષલ ઓછા રહેતા પણ હવે તો સેલ્ફી માટે ના લેટેસ્ટ મોબાઈલ જુવો ..અને લેવાયેલી સેલ્ફી થી ઉભરાતા ફેસબુક અને વ્હોટ્સ અપ જુઓ ..એના મૂડ અને મિજાજ જુઓ ..વ્યક્તિ નું એક કેરેક્ટર ઉભરી આવે છે …
કોઈને મળવું એ તો પહેલા મગજની હાર્ડડિસ્ક માં કંડારાઈ જતું હવે તો સેલ્ફી બનીને કેમેરા ના એસ ડી કાર્ડમાં પુરાઈ જાય છે અને પછી સ્પેસ ઘટી જાય ત્યારે અનાયાસે ડીલીટ પણ થઇ જાય અથવા કરી દેવું પડે ..ત્યારે ફેસબુક તો સ્ટોરેજ તરીકે સાચવવાનું કામ વફાદારી થી કરે છે ..
હવે લોકો લગ્ન માં તૈયાર થાય છે તો સામાજિક ફરજ રૂપે જાય છે ?? જમણવાર માટે જાય છે ??પણ એથી ય વધારે તો સેલ્ફી લેવા જાય છે એવું નથી લાગતું ???…હાજરી ના પુરાવા તરીકે ચાલે છે …અને લગ્નમાં તેનું ડેકોરેશન કે વરકન્યા ને બદલે ખૂણે ખાંચરે ઉભા રહીને પડાવાતી સેલ્ફી ની બોલબાલા છે ભાઈ …
પણ આ સેલ્ફી નો અર્થ જાણો છો ????
જગતને સમજવું હોય તો પહેલા જાત ને સમજો … ઓળખો …ત્યારે વ્યક્તિના બહારના સ્વરૂપનો પરિચય સેલ્ફી આપે છે …તેના વ્યક્તિત્વને તેની સેલ્ફી પરથી સમજવાની કોશિશ થાય છે …પણ સેલ્ફી થી ક્યારેય સંતોષ કેમ નથી થતો ???? કારણ કે આપણને આપણા જ પોઝ માં અધૂરપ લાગે છે ..અહીં આપણે બહારના છીએ પણ ભીતર છલકતું નથી ..મેકઅપનો ગ્લો તો છે પણ વ્યક્તિત્વની આભા દેખાતી નથી ..સેલ્ફીની ઘેલછા માં આપણે આપણી આજુબાજુની સુંદરતા કે ભયજનક સંજોગ ને જોવાનું પણ વિસરતા જઈએ છે અને એ પણ આપણી જાણ બહાર …
સેલ્ફી મારા હિસાબે સ્વકેન્દ્રી થવાનો એક જરિયો બની ગયું છે અને એ ઘેલછા હવે ધીરે ધીરે વિકરાળ રૂપ લઇ રહી છે …મી ફર્સ્ટ ..મી ફર્સ્ટ ..અને સેલ્ફ ડીફાઈન્ડ મી બેસ્ટ … મી બેસ્ટ …
શોધ શાંતિ ની શોધ મનની શાંતિ ની શોધ હવે ધીરે ધીરે દૂર જતી જાય છે કારણકે આપણે સ્વ માં રચ્યા પચ્યા રહીએ છીએ …જુના જમાના ના ફોટા ના આલબમો ફોટા માં જોતા જોતા અનાયાસે હોઠોમાંથી સરી પડતી આજુ બાજુ માં ઉભેલી વ્યક્તિઓ સાથે ના સંબંધની ખટમીઠી વાતો આજના બાળકોને પરીકથા જેવી વાર્તાઓ લાગે છે … ફેસબુક પર આખી દુનિયા જોઈ શકે પણ મોબાઈલ માં સ્ક્રીન લોક હોય એટલે માં બાપ ચેક ના કરી શકે એટલે સેલ્ફી એટીટ્યુડ …. અતિરેક બધાનો હંમેશા બૂરો જ હોય છે … એક કળા કરીને નાચતા મોર સાથે પડાવાયેલી સેલ્ફીમાં પણ મોર કરતા પોતે સુંદર છે એ માન્યતા હોય !!!??? અરે એકલા મોરનું સૌંદર્ય જુવો અને ભરી લો ને !!!
જયારે આપણે સ્ટ્રેસ અનુભવીએ છીએ ત્યારે મેડિટેશન કરવાની સલાહ અપાય છે અને હવે તો બધા કરે પણ છે ..એમાં શું છે ?? દુનિયા તરફ થી આંખો બંધ કરો અને પોતાની તરફ અંદર જુવો …પ્રામાણિકતા થી જોવાની કોશિશ કરો તો આપણી ભૂલો અને કેવી રીતે સુધારવી એના વિકલ્પો ત્યાંજ બેઠા હોય છે સાવ નવરા ધૂપ જેવા … અને એમાંથી કોઈની મદદ લો તો તમે મેડિટેશન બાદ મન હળવું થયું હોય એમ મહેસુસ કરશો …એટલે સેલ્ફ માં જે ખરેખર લેવા જેવું છે એ લો એ સેલ્ફી ફોટા માં નહિ પણ તમારા ચહેરા પર એક આભા માં તબદીલ થઇ જશે …આપણી અંદર એક મિત્ર સાથે આપણી મુલાકાત થશે ..આપણને એકલું નહિ લાગે એટલે આપણામાં હિમ્મત આવી જશે ..અને હિમ્મત થી આપણે એક પછી એક આપણી સમસ્યાઓ જાતે સોલ્વ કરી શકવા માટે ધીરે ધીરે સમર્થ બનીશું ..કેમ ??? કારણકે અહીં આપણને ખબર હોય છે કે આ વસ્તુ આપણે કરી શકીશું અને આ નહિ કરી શકીએ ..એટલે જે કરી શકીએ છીએ એમાંથી કોઈ વિકલ્પ પાર વિચાર કરીશું …એટલે આપણને એ સરળ પણ લાગશે ….
ધારા અને રવિના છેલ્લા આઠ મહિના થી એક બીજાની સામે પણ જોતા નથી , બોલતા નથી અને એકબીજાના નંબર પણ ફોનમાંથી ડીલીટ કરી નાખ્યા છે . એક વાર ધારા રાત્રે અગાશીમાં એકલી એકલી હિંચકે બેઠી છે ..અનાયાસે એને રવિના સાથે વિતાવેલો સમય યાદ આવતો જાય છે …એને ખ્યાલ આવે છે કે પોતે રવિના ને પોતાની વાત કરવાનો એક પણ મોકો ના આપ્યો અને સમજવાની કોશિશ પણ ના કરી …કદાચ એને એક વાર સાંભળી લીધી હોત તો ???!!! પણ હવે શું ??? સંબંધો તો વણસી ગયા છે …એને ફોન કરવાની ઈચ્છા થઇ ..પણ ના , એને બીજો વિચાર આવ્યો કે ચાલ હું જાતે જઈને એક વાર એને મળી લઉં ..બહુ બહુ તો એ નહિ બોલે અને મારે પાછા આવવું પડશે પણ મને એ ડંખ નહિ રહે કે મેં મારો વાંક હોવા છતાંય કેમ કોઈ પ્રયત્ન ના કર્યો …રવિવારની સવારે એ રવિના ના ઘેર ગઈ … એની મમ્મી એ દરવાજો ખોલીને હંસતા મોઢે આવકાર આપ્યો .. ઊંઘતી રવિના ને જગાડીને કહ્યું : બહાર જા ..કોણ આવ્યું છે ??? આંખો ચોળતી એ બહાર આવી ..અને દોડીને એ ધારાને ભેટી પડી …હા થોડો મીઠો મીઠો ઝગડો પણ મમ્મીના હાથના બટાકા પૌંવા ખાતા ભરપેટ કરી લીધો ..પણ …… એક અંદર લેવાયેલી સેલ્ફી એ એક સંબંધને ફરી તરોતાઝા કરી દીધો …..
મશીન ક્યારેય માણસ ને રિપ્લેસ નહિ કરી શકે કારણકે માણસ પાસે સંવેદના છે …
એ સંવેદના ની સેલ્ફી એના ચહેરા ને પારદર્શક બનાવશે અને જરૂરી અને બિનજરૂરી નું માર્ગદર્શન પણ ……