આપણું શિક્ષણ : (4)


ચાલો બાળક હવે બે વર્ષનું થઇ ગયું ..જાતે ચાલે છે . હાજત વિષે જણાવે છે અને ઘણું ખરું બોલી પણ લે છે ..અરે હા બાજુ માં પ્રિ સ્કુલ પ્લે સેન્ટર ચાલે છે ..ચાલતા જવાય એવું છે ..સવારે નવ થી બાર … એમાં મૂકી દઈએ .. સવાર નું કામ પણ જલ્દી પરવારી જવાય અને બપોરે જમીને થાકેલું બાળક સુઈ જાય એટલે મમ્મી ને હાશ થાય …અને હા હવે તો હરીફાઈનો જમાનો એ પણ ગળાકાપ હરીફાઈ એટલે બાળક ત્યાં લખતા વાંચતા પણ શીખવા માંડે તો સારી સ્કૂલમાં એડમિશન નો પ્રોબ્લેમ ના થાય … ચાલો હવે સ્કૂલની ઈન્કવાયરી શરુ થઇ ગયી …અરે બાળક હજી માંડ સ્થિર ડગલાં માંડતું અને આસપાસની દુનિયાને ઓળખતું અને એનો આનંદ લેતું થયું ત્યાં એને કેદ ની ટેવ તો પાડવી જ પડે !!! યુ નો મારે ત્યાં પણ આઈન્સ્ટાઈન જ જન્મ લઈને આવ્યા છે અને નહિ હોય તો હું એને બનાવીને જંપીશ અને મારા પૈસા પાણીની જેમ વહાવીશ ..એને સારા માં સારી સ્કૂલમાં જાતે વેચાઈ ને પણ શિક્ષણ આપીશ ….
દાદા સાથે પતંગિયું પકડીને ખુશ થતા બાળકને આપણે આપણા માનસ માં તો હાર્વર્ડ નો ગ્રેજ્યુએટ બનાવવા સુધીનો પ્લાન કરી નાખીએ છીએ …
મારું માનવું છે કે પહેલા પાંચ વર્ષ તો બાળક ને ઘરમાં જ શિક્ષણ મળવું જોઈએ અને અક્ષરજ્ઞાન પણ એમાં સામેલ છે …નજીકના સંબંધોથી કેળવાઈ ચૂકેલું બાળક એને સહેલાઇ થી ગ્રહણ કરી શકે અને એમાં જો કોઈ મુશ્કેલી આવે તો માં બાપ સમજી શકે ..સારી રીતભાત થી માંડીને સામાજિક ફરજો સુધીનું શીખવી શકાય …યાદ રાખીએ કે બાળકનું જીવન તો એના પહેલા પાંચ વર્ષમાં જ ઘડાઈ જાય છે અને એમાં એ જે શીખી લે એના પર જ એની આખી જીવન શૈલી નો પાયો નંખાઈ જાય છે …હા …આખા જીવનની જ વાત કરું છું … અને બે વર્ષની ઉંમરે બહાર જતું રહેતું બાળક શું શીખી રહ્યું છે એને જાણવા માટે આપણે બીજાઓ પાર આધાર રાખીએ છીએ અને આપણા ગણતરીના પેરામીટર ને ચકાસી ને એનો વિકાસ બરાબર છે એમ નક્કી પણ કરી નાખીએ છીએ …પ્રિ સ્કૂલ તો ઠીક પણ વધુ પડતા ઉત્સાહી માતા પિતા તો નર્સરી સ્કૂલથી બાળકનું ટ્યુશન પણ રાખી દે છે ….( યુ નો કે આમ બપોરની કિટ્ટી પાર્ટી નો ટાઈમ પણ સચવાઈ જાય અને વટ પણ પડે કે યુ નો આપણે કેટલા ” જાગૃત ” “પેરેન્ટ્સ “છીએ ) ..બાળકને મોબાઈલ તો આપણે ઘોડિયા માંથી આપતા થઇ ગયા છે ..વૉટ્સએપ પર આવતા સોરી ફોર્વર્ડતા વિડિઓ તો જોઈએ જ છીએ …રડતું બાળક છાનું રહી જાય છે એટલે એને પકડાવી દો . પણ એ રડે છે કેમ ?? એ જાણવાનું નાનપણથી બંધ થઇ જાય છે …શું કરીએ મોમ પણ ચેટ કરતી હોય એટલે !!!!……… કનેક્ટ રહેવાની લાહ્ય માં આપણે સાવ નાના બાળકને પણ ખુદ થી પણ ડિસ્કનેક્ટ કરી રહ્યા છીએ એ પણ જાતે કરીને। ..અને પછી થોડા વર્ષ પછી જનરેશન ગેપ પાર લેક્ચર આપીશું અને ડિસ્કસ કરીશું કેમ !!!???
એક નાનકડા રૂમમાં ઘણા બધા ચિત્રો ને રોજ બોલાવતી એક મેડમ તો પોતાનું પર્સ રૂપિયા થી ભરી દે છે ..સાથે રહેતી બાઈ બાળક ના મળમૂત્ર જો કરે તો સાફ કરી દે પણ જોડે ધમકાવતી હોય એ કોણ જાણે ???!!! બાળક બહારની દુનિયાથી ડરતું થઇ જાય આવા એક બે વ્યક્તિ પણ એના બાળપણમાં આવી જાય તો …. રીતસરનો વેપાર મંડાઈ ચુક્યો છે પૈસા કમાવવા માટે નો અને માં બાપ પણ પૈસા ખર્ચે છે પોતાનું ઊંચું સ્ટેટસ બતાવવા માટે પણ એમાં રૂંધાઇ જાય છે એક બાળપણ એનો ખ્યાલ ક્યારે આવે છે એ તો આપ બધા જાણો છો જ ….
આજના જમાના માં પણ જે સારું છે એને કોઈ જ જાહેરાત ની જરૂર નથી પડતી . એ તો માઉથ પબ્લિસિટી થી જ પ્રખ્યાત બની જાય છે ..ચાહે સારું મુવી હોય કે સારી સંસ્થા …
એક વાત એડમિશન વખતે જરૂર વિચારો ..કે આ વર્ષે શાળાનો એક વિદ્યાર્થી બોર્ડ માં 99.99 % લાવ્યો છે એમાં બીજું શું શું છે ?? વિદ્યાર્થી ની પોતાની પ્રતિભા + એના ટ્યુશન ક્લાસ ની સંખ્યા + એની ગ્રહણ કે ગોખણ શક્તિ (!!!!) આ બંધ કમરા ની વાત છે ભાઈ !! અને શાળા ની શિક્ષકો ની મહેનત …
એક વિદ્યાર્થીના પરિણામ પણ એડમિશન સિક્યોર કરાવતા માં બાપ એ ધ્યાન રાખે કે એમનું બાળક તો હજી આવતા ઓછામાં ઓછા દસ વર્ષ પછી આ જગ્યાએ પહોંચશે તો આજના પરિણામ ને કેટલું ગ્રાહ્ય ગણવું ??? દસ વર્ષમાં તો ઘણું બદલાઈ ચૂક્યું હશે ….આપણા બાળક ની ક્ષમતા સૌથી પહેલા જોવાય કેમ કે બિનજરૂરી બોજ એના બાળમાનસ ને કચડી નાખે છે ..એને એની પોતાની ગતિએ ખીલવા દો …
આજનું એક પરિમાણ એ પણ છે કે જેટલી ફી વધારે એટલી સ્કૂલ સારી કહેવાય ..પછી એવી બધી સગવડો માટે દર વર્ષે પૈસા જુદા જુદા કારણોસર ઉઘરાવાય કે કે વાલી ચૂં કે ચા ના કરી શકે … એ શાળાના શિક્ષકોની ડિગ્રી કરતા એ લોકો કેટલી સરળતા થી વર્ગના મહત્તમ બાળકો ને શીખવી શકે એ તો કોઈ જોતું જ નથી … બાળકો ના લંચ મેનુ પર ધ્યાન આપનાર એના જ્ઞાનની ગ્રાહ્યતા પર ક્યારેય ધ્યાન નથી આપતા …શિક્ષા પણ શિક્ષણ માટે જરૂરી છે એ પરિમાણ તો શાળાના સંચાલકો ને પરાણે બાદ કરવું પડે અથવા એનો ખોટો ઉપયોગ પણ થાય ….
એવો દિવસ ક્યારે આવશે જયારે બોર્ડ કે યુનિવર્સીટી માં ટોપ કરનાર વિદ્યાર્થી એવું કહેશે કે હું શિક્ષક બનવા માંગુ છું …અને પ્રાથમિક શિક્ષક તરીકે પોતાની કારકિર્દી ઘડીશ !!!!
રાહ જોઈએ। ..પણ આમાં લાખોના પેકેજ નથી હોતા એટલે શક્યતા નહીંવત છે ..
હા। .જો તમે રિટાયર્ડ છો કે કૈક જાણો છો અને આ બાળપણમાં કશું તમારી તરફથી અર્પણ કરવા માંગો છો તો આપણે સરકાર એક તક આપી રહી છે એને ઝડપી લેજો …એક અમૂલ્ય અવસર બનશે અને બાળકના જીવનના ઘડતર માં એક અગત્યનો ફાળો પણ મળશે …
વિદ્યાજંલી યોજના જેની માહિતી માટેની લિંક આ પ્રમાણે છે ..
vidyanjali.gov.in

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s