પૂજ્ય પપ્પા

પૂજ્ય પપ્પા ,
તમે અને મમ્મી નાના હતા અમે ત્યારે ઘરની ગંભીર વાતોની, મુશ્કેલીઓ ની એકલા જ ચર્ચા કરતા અને અમે પૂછીએ ત્યારે કહેતા નાના છો એટલે સમજ ના પડે હોં …!! અમે ફરી રમવા માંડતા . ખુશીઓ ની વાતો અમારી સાથે વહેંચતા અને દુઃખો ની ક્યારેય નહિ … અમને ફક્ત ખુશ જોવા માંગતા એટલે કદાચ તમે અમને કશું ખોટું કરીએ તો ધમકાવતા ,ખીજાતા અને ક્યારેક તો ભાઈને માર પણ પડતો … પણ આજે એના થકી મળેલા સદગુણની મહેંક અમારા જીવનમાં પ્રસરે છે ….
પપ્પા તમે હવે ઉંમરમાં મોટા થયા અને સ્વભાવે બાળક જેવા , તમે અમારી બાળહઠ પુરી કરતા અને અમે હવે તમારો હાથ પકડીને ચાલીએ છીએ . તમારું બાળપણ પણ માણીયે છીએ …
કદાચ ક્યારેક કશું છુપાવીએ છીએ પેલી વાત ની જેમ જ કે તમે દુઃખી ના થાવ ..
મન થાય છે ફરી એક વાર બાળક બનીને તમારી સાથે જઈએ ..
તમારી દીકરી ..

Advertisements