FAIL

ફેઈલ ….
બહુ ભયંકર શબ્દ છે . માનવજાતના અસ્તિત્વ માટે .. એક દિશાહીન દોટ ના એક વળાંકે મળી જતું આ બોર્ડ તમારા પગને નહિ પણ મગજને બ્રેક મારે છે એ પણ પેલી ઇમરજન્સી બ્રેક .. બેલેન્સ જોખમાય છે : શરીર અને મનનું બેઉ નું ..આંખ આગળ અંધારું આવી જાય છે અને આગળ કશું સૂઝે જ નહિ .ત્યારે તમે શું કરો ??? થોડું કે વધારે રડી લઈએ / સિસ્ટમ ને પેટ ભરીને ગાળ આપીએ / શાંત એક ખૂણા માં બેસી રહીને થોડા સમય પછી સ્વસ્થ થવાનો પ્રયત્ન કરવાનો / કોઈનો ખભો શોધવાનો કે પછી એ સ્થળ અને વાતાવરણ થી કોઈ ગમતા સ્થળે થોડા સમય જતા રહેવાનું .. અથવા તો જીવનનો અંત લાવી દેવાનો પ્રયત્ન કરવાનો અને કદાચ સફળ થઇ જવાનું .. તમે જીવનને સમજ્યા છો ??? તમે જયારે જીવનથી વિમુખ થઇ જાવ છો ત્યારે તમે આ વાત ને બિનજરૂરી મહત્વ આપી દો છો કે તમે નિષ્ફળ થયા ..અરે તમે નિષ્ફળ ત્યારે જ થાવ છો જયારે તમે પોતાની જાતને નિષ્ફળ માનો છો …કોઈ સફળતા કે નિષ્ફળતા પહેલી કે છેલ્લી નથી હોતી … તમારી ખુમારી એને પહેલી કે છેલ્લી બનાવી શકે છે …
તમે ક્યારેય કશું પણ ક્રિએટિવ વિચારો છો ??? તમને શાળામાં એવો પીરીઅડ હતો ??? તમે કોઈ હોબી ક્લાસમાં જઈને ક્રિએટિવ વિચારી શકો એવી ટ્રેનિંગ લીધી છે ?? જાણું છું આનો જવાબ ના જ હોઈ શકે પણ હા હોવાની શક્યતા નકારી ના શકાય …
કાલે ફેસબુક પર શ્રી હંસલ ભલેચ ( કદાચ આ જ નામ છે ) દ્વારા લિખિત એક શેર કરાયેલી વાર્તા વાંચી . બે મિત્રો પડોસ માં ઘર લે છે અને કમ્પાઉન્ડ વોલ ની જગ્યા પાર વૃક્ષો વાવે છે બે લાઈન કરીને . એમાં થોડી ઠંડક પણ રહે અને સરહદ પણ સચવાઈ જાય .. એક મિત્ર નેટ પર સર્ચ કરીને શ્રેષ્ઠ ખાતર પાણી દવા વગેરે નાખે છે . બીજા પાસે બહુ સમય નથી હોતો અને પરિસ્થિતિ પણ થોડી નબળી . એ જયારે સમય મળે ત્યારે થોડી દેખભાળ કરી લે છે . જરૂરી હોય એ બધું કરી નાખે . પહેલા મિત્રના વૃક્ષો ઝડપભેર વિકસી ગયા . પાંદડા પણ લીલાછમ અને ઊંચાઈ પણ સરસ વધી . બીજા મિત્ર ના વૃક્ષ થોડા નીચા અને પાંદડા પણ પેલાના પ્રમાણ માં થોડા ઓછા લીલા …થોડા નબળા વિકસિત થયેલા ” લાગે ” .
એક દિવસ વાવાઝોડું આવ્યું . પહેલા મિત્રના બધા વૃક્ષો પડી ગયા અને બીજાના ઉભા રહ્યા અને સ્થિર જ રહ્યા …
આ બેઉ મિત્રો એક ખુબ જાણકાર માળી પાસે ગયા અને કારણ પૂછ્યું . તો માળીએ કહ્યું : પહેલા મિત્રે વૃક્ષ નો ઝડપી વિકાસ થવાનો રસ્તો કર્યો એને કારણે એ વૃક્ષો જમીન ની બહાર તો ખુબ વિકાસ કરી ગયા પણ એમના મૂળિયાં જમીન સાથે મજબૂત રીતે બંધાવા માં નિષ્ફળ રહ્યા એટલે એ પડી ગયા . બીજા મિત્રે એ વૃક્ષ ને જરૂર પૂરતું ખાતર જ પાણી આપ્યું એટલે એમનો ઉપરી વિકાસ ભલે અધૂરો લાગતો હોય પણ એ જમીન માં ઊંડે સુધી મૂળ લઈને જરૂરી પોષણ મેળવી શક્ય અને એટલે જ એ વાવાઝોડા માં ઉભા રહી શક્યા ….
આ નાનકડી વાર્તા માં આપણા આધુનિક જીવનની સામાજિક ,માનસિક સમસ્યાઓ નું સહજ નિદાન છે .. મશીનો ખરાબ નથી પણ માનવ સંપર્ક ને તોડીને મશીન પાર સંપૂર્ણ રીતે નિર્ભર થવું જરૂર ખરાબ છે . આજકાલ ના માં બાપ પોતાના સંતાન કહે એ જ સાચું સમજે અને સ્વતંત્ર વિકાસ થાય એ આશાએ એમની બધી વાત માની લે છે . સંતાન જો ભણવાની માર્કશીટ માં રેન્ક્ડ હોય અને 90+ હોય તો એ બોલે એ જ બ્રહ્મસત્ય જેવો ઘાટ થઇ જાય છે . પણ અનુભવની યુનિવર્સીટી નું ગણતર જો યોગ્ય રીતે માર્ગદર્શન આપી શકે તો ઘણા બધા પુલ બંધાઈ જાય અને નિષ્ફળતા ની ખાઈ માં અકસ્માતે કે મોતની છલાંગ ભરતા યૌવનને બચાવી લેવાય …
છેલ્લે એક સત્ય ઘટના તમને વિચારવા માટે મૂકી દઉં છું …
સંજની એક ખુબ તેજસ્વી વિદ્યાર્થી છે .. એને ડોક્ટર થવું હતું પણ પિતાની આર્થિક પરિસ્થિતિ એ ખર્ચ ને પહોંચી ના શકે એવી હોવાથી એ બીકોમ કરી સી એ કરવાનું શરુ કરે છે . સીધો બીજા વર્ષમાં પ્રવેશ મળી જાય છે . એ બીજા વર્ષમાંબીજા જ પ્રયત્ને લગભગ બધા વિષયો માં પાસ થાય છે . માતા અને પિતા પોતાની દીકરીની તેજસ્વીતા પર મુસ્તાક છે . રૂમમાં એસી લાગી જાય છે . કાર માં પિતા પોતે લેવા મુકવા જાય …બહેનપણીઓ સાથે એ એમકોમ જોઈન કરે છે જે ચાર સેમેસ્ટરમાં પૂરું થાય છે … સી એ અને એમ કોમ સાથે સાથે। ..બે નાવ પર સવારી .. એક મોટી કંપની માં ઓળખાણને જોરે આર્ટિકલશીપ કરે છે જ્યાં એને કંપની ને ખર્ચે વિમાનમાં દિલ્હી જવા મળે છે ..બેન હવા માં ઉડવા લાગે છે .. બીજા સેમેસ્ટરની ફાઇનલ પરીક્ષા વખતે ફરી કંપની એને દિલ્હી મોકલે છે ત્યારે એક સારી તક ના રૂપેરી મોહમાં બેન પરીક્ષા છોડીને દિલ્હી જાય છે . હવે જયારે સી એ ફાયનલ ની પરીક્ષા આવે છે . ત્યારે માં બાપ એને એના મનનું ધાર્યું કરવા દે છે . માર્ચ અને એપ્રિલ મહિનામાં બીજું સેમેસ્ટર , ચોથું સેમેસ્ટર અને સી એ ફાયનલ પરીક્ષાનું સમયપત્રક છે ..
સી એ માં એ પાસ માર્ક્સ તો લાવે છે પણ નિયમ મુજબ એગ્રેગેટ નથી થતા એટલે નવેસર થી બધા પેપર્સ ફરી આપવા પડશે એ રીતે ફેઈલ થાય છે …
આમાં સમસ્યા ફેલ થવાની નથી પણ એના સંજોગો જાતે કરીને ઉભા કરવાની છે . માંબાપ બધી રીતે પોતાની દીકરીના નિર્ણય ને સપોર્ટ કરે છે . સવારે છ થી રાત્રે બાર વાગ્યા સુધી ફક્ત અભ્યાસ અને અભ્યાસ પાછળ સામાજિક સંબંધો માં પણ કડવાશ ઉભી કરે છે . આ નિર્ણય નો વિરોધી સુર ને દુશ્મન સમજી બેસે છે . એક છોકરી એકલી કોઈના પણ સપોર્ટ વગર એકલી ઝઝૂમ્યા કરે છે ..
એક પ્રીમિયમ સંસ્થાની પરીક્ષાઓ અને એક સ્ટેટસ વાળો અભ્યાસ કરતા કરતા એક વધારે ડિગ્રીની ઘેલછા કેટલી યોગ્ય ??? અને આ બધા પછી જયારે એકલા નિષ્ફળતા ઝીરવવાની આવી ત્યારે ત્રણ વર્ષ માં બગડેલા સાચા સંબંધો માં કોઈ પાસે નહિ .. માં બાપ અને સંતાન ત્રણેવ નિરાશ !!!
શું ભણતર આ બધા માટે છે ?? તમે વિચારો અને સમજો ..સૌથી અગત્યનું તો સ્વસ્થ શારીરિક અને માનસિક જીવન જ છે અને એના મૂલ્ય ને સમજવાની તૈયારી હોય તો !!!
તમે શું માનો છો ??? પ્રયત્ન કરીને પાસ તો થવાશે પણ ભૂલ ક્યાં થયેલી અને કોણ કોણ જવાબદાર ??? ખાસ તો આપણી મૂડીવાદી માનસિકતા જેનો ક્યાંય પણ ઉલ્લેખ નથી કર્યો …

Advertisements