દિલમાં જીવાય એ દોસ્તી

હેય બડી !!! દોસ્ત કેમ છે ???
અરે જેમ બધાએ માં બાપ બેન બધા ના દિવસ રાખ્યા છે એમ એક દોસ્ત નો પણ દિવસ મુકર્રર થઇ ગયો છે કેમ !! પણ અહીં કંઈક ગોટાળો થઇ જાય છે કે કરે છે ખબર નહિ પણ આ દિવસે આપણે શરૂઆત થી આજદિન સુધી ના દોસ્તો સાથે ની ખાટીમીઠી યાદ ને ઓરેન્જની જેમ માણવાને ને બદલે ચ્યુંઈંગમ ની જેમ ચાવ્યા કરીએ છીએ અને આજના દોસ્ત સાથે જ રહીને દોસ્તીદિન ઉજવીએ છીએ। .પણ આ તો એકાંત માં ઉજવવાનો અવસર છે દોસ્ત ..બધે બધું રવિવાર ના દિવસે એક ખૂણા માં બારી પાસે આંખો મીંચીને યાદ કરવાનો અવસર અને અનાયાસ ખડખડાટ હંસી પડવાથી ચુપચાપ આંસુ સરી પડવાનો અવસર કેમ ને !!!
આજ સુધી આપણે આપણા દોસ્તોની વાત કરી પણ એ દોસ્તો માટે આપણે કેવા ??? અને દોસ્તી શબ્દ વિષે આપણી ફિલોસોફી કઈ ??? દોસ્ત એટલે શું ?? એ આપણે આપણી અંદર ઝાંખીને જોયું છે ખરું ?? ઓહ ફરી કન્ફ્યુઝિંગ યાર !!! એટલે કે મિકી સાથે ની મારી દોસ્તી અને નિકી સાથે ની મારી દોસ્તી માં એક ઝીણો ફર્ક … મિકી મારા જેવો અને હું નિકી જેવો થવા ઝંખું ખરો … મિકી મારી નોટ્સ કોપી કરે અને નિકી સાથે પરીક્ષા માં ચોરીઓ કરવાનો સંબંધ …યેસસ્સ આપણે બે વ્યક્તિ પાસે જુદા છીએ અને બે વ્યક્તિ માટે જુદા પણ !!! મિકી મારી પાસે હૈયું ઠાલવે પણ હું અલકા પર વિશ્વાસ કરું એટલે એને જ બધું કહું ..રિયા મારા ગ્રુપમાં નથી પણ સિનેમા જવા માટે પરફેક્ટ મેચ અને કપડાંની પસંદગી પણ સરખી !!!
કેટલા કેટલા રંગ દોસ્તી ના યાર !!!!
મારી વાત કરું ??? હજી સુધી શરમાળ …આંગળીના વેઢે ગણાય એટલું જ લિસ્ટ …અરે એક હાથની જ આંગળીઓ ઓ કે …
કોઈ બે ને જોઉં જાણું સમજવાનો પ્રયત્ન કરું અને યોગ્ય લાગે તો દોસ્તી કરું ..આજ સુધી એવું બન્યું છે કે મારી દોસ્ત પાસેથી અપેક્ષા બહુ ઓછી હોય એટલે ઈગો પ્રોબ્લેમ પણ ઓછા રહ્યા છે ..ઈગોઈસ્ટિક દોસ્ત હોય એનો ઈગો પંપાળું તો નહિ એની વાત સાંભળી જો યોગ્ય ના હોય તો મૌન રહું અને જો ભૂલ હોય તો સોરી કહેવામાં કોઈ સંકોચ નહિ ..જેટલા સંબંધ જાળવી શકું એટલા જ રાખું ..
અને હા ફોન કરવાની ચોર ..ફોન પર જે કામ હોય તે જ ડાયરેક્ટ કરીને ફોન કટ .. વાર્તાઓ સાંભળું ખરી અને બહુ ઓછા કિસ્સા માં કહું …પણ લોકોની વાતો સાંભળતા લોકો વિષે સચોટ અભ્યાસ કરતી થઇ ગયી …
જે સંબંધ બાંધ્યો એને નિભાવવાનો ..હોઈ શકે કે મિકીના પ્રાયોરિટી લિસ્ટ માં હું પહેલા દસ માં ના હોઉં પણ મિકી મારે માટે ટોપ માં હોય ..એ આગ્રહ તો ક્યારેય નથી રાખ્યો કે હું જે સ્થાન આપું તે સામી વ્યક્તિ મને આપતી હોય … પણ વાર્ધક્ય ને ઉંબરે ઉભા રહીને અનુભવ્યું કે આટલાં વર્ષ સુધી જે પતિ પત્ની ના સંબંધ હતા તે વાળ ની સફેદી સાથે દોસ્તીમાં ક્યારે પલટાઈ ગયા સમજ નથી પડતી ..પેલા બધા નામની થોડી થોડી ઝાંખી રોજે રોજ કે ક્યારેક જોવા મળી જાય છે અને હું પણ બે યાર !!! રૂપ જોડે લડતી એમ એમની જોડે બિન્ધાસ્ત લડી લઉં છું ..બાળપણ ની કિટ્ટા બુચ્ચા અને સમોસા ખાવાની જિદ્દ મારુ બાળપણ યાદ કરાવી દે છે .. હવે પતિ પત્ની વચ્ચે શારીરિક આકર્ષણ ધીરે ધીરે ઓગળી રહ્યું છે અને દોસ્તી બેઉની નિખાલસતા થી ઉઘડી રહી છે .

જીવન વય ના પ્રત્યેક તબક્કે સતત બદલાતું રહે છે ..જયારે વય વધે છે ત્યારે અનુભવો વધે છે. પણ શારીરિક અને માનસિક ઘસારો અદ્રશ્ય પણે આપણામાં પગપેસારો કરી ચુક્યો હોય છે .. હવે નિરાંત હોય છે પણ નિરાંતને ભરી ભાદરી કરી શકે એવા જણ ની બડી ની કમી વર્તાય છે ..બધા પાસે સમય ની કમીનું રૂપાળું બહાનું હોય છે સામે વાળાને ઇગ્નોર કરવાનું ..અને હવે તો દોસ્તનું નામ જ ફ્લેશ થાય છે મશીન પર ફોરવર્ડ બનીને …
છેલ્લી પાટલી પર બેસતી મિતાલી ત્યારે તો દોસ્તીને લાયક નહોતી લાગતી પણ આજે સાચી હૂંફ થી એ મળે છે ત્યારે પેલા બધ્ધે બદ્ધાઓ ની કમી પુરી દે છે . પેલી વસુ જેની સાથે ધૂમ મસ્તી કરી છે એ હવે સામે મળે છે તો અજાણ્યા ની જેમ નજર ફેરવી લે છે ..
આજની પેઢી અપેક્ષા અને શરતો ની દોસ્તી કરી જાણે અને ઈગો પણ જલ્દી હર્ટ થાય …બે ચાર મહિના ફોન ના કર્યો હોય તો જાણે શું નું શું વિચારાઈ જાય !!!પણ વર્ષોના વિયોગ પછી મળીએ તો પણ અકબંધ તાજગી સાથે હોય એવી દોસ્તી ફક્ત એક જ વાર થાય અને એ પણ બાળપણ ની …
નીના ,,4-5 વર્ષની વયે યુપી થી આવેલા યુગલની મોટી દીકરી ..મારા થી એક વર્ષ નાની ..છુપન છુપાઈ , કૂકા ,પકડદાવ ,ઘરઘત્તાં એની સાથે રમેલા। .એના કૌટુંબિક સંબંધો ને લીધે બી એસ સી કર્યા પછી યુપી પાછી જતી રહી ..લગ્ન કર્યા ,બે બાળકો પણ થયા ..પતિ વચ્ચે થી વિદાય થયા … મારા પિયર થી ખબર મળતા .. એક દિવસ એણે મને ફોન કર્યો મારા પપ્પા પાસે થી નંબર લઈને ..ત્યારે અમારી ઉંમર 50 વટાવી ચુકેલી .. ક્યારેક થતા એ ફોન કહેતા કે દોસ્તી એવી હોવી જોઈએ કે વર્ષો પછી પણ કોઈને તમારી તલાશ રહે અને તલાશ કરવામાં એક કામિયાબ પણ રહે … એને ઇન્ટરનેટ ના આવડે . પણ દૂર ગયેલા દીકરાને લીધે સ્માર્ટ ફોન લીધો અને વ્હોટ્સ એપ શીખી એટલે તરત મને ફોન કર્યો …મારી પહેલી જ વાત હતી અરે તારો ફોટો મોકલ અને ધીરે ધીરે તારા પપ્પા મમ્મી અને ભાઈબહેનો ના પણ …
દિલમાં જીવાય એ દોસ્તી ,
પૈસામાં ખર્ચાય એ દોસ્તી ,
ઉજાગરા માં અંજાય એ દોસ્તી ,
ઊંઘમાં સપનું બની હજી દેખાય એ દોસ્તી …
આપણે પસંદ કરેલા આ સંબંધની ગરિમા ને જાળવવાની ક્ષમતા પણ આપણા હાથ માં જ હોય છે એટલે દોષ દોસ્તો નો નહીં ક્યાંક આપણો તો નથી ને ???!!!

Advertisements