..ફરી મળીશ …..


વર્ષોના વાયરા ની ગતિ તો સૌથી તેજ હોય છે અને પરિવર્તન તો પ્રકૃતિનો અફર નિયમ ..ક્યારેક લાગે છે ફક્ત નામ નથી બદલાયું બાકી તો બધું જ બદલાતું રહે છે સમય ની સાથે તાલ મેળવતા અને મેળવવા માટે .. નદી જયારે ઉદગમ પર હોય ત્યારે ખુબ અવાજ કરે અને ઝડપ પણ કેટલી પણ જયારે સમુદ્ર પાસે જાય ત્યારે ઊંડાણ વધે અને ગતિનો ઠહરાવ લગભગ સ્થિરતા જેવો લાગે છે ..
આજે યુવાની ને ટકાવી રાખતા બધા જ પ્રયત્નો નું એક આગવું બજાર છે ..તમારો દેખાવ અને સ્ફૂર્તિ બધું જ અડીખમ રાખે એવો દાવો કરતુ પણ તોય શરીર ની પ્રકૃતિ તો કોઈ જાહેરખબર થી ભરમાતી નથી ..ધીરે ધીરે ઉંમર વધવા માંડે એમ ઘણો બધો આંતરિક બદલાવ જે કદાચ મહેસુસ ના પણ થાય એવો થતો જ રહે છે …
પહેલા વિચારતી કે મારી ભીતર તો વિચારોનો સમુદ્ર ભરેલો છે … અને ઠાલવ્યા કરતી ..જીવનના અનુભવો હતા તે જાણે ખૂટતા જ નહોતા ..પણ એક સત્ય ની ઝાંખી થઇ કે તમે તમારી કોઈ પણ કળા જે તમારી ભીતર હોય એ જયારે સ્વસ્થ મન હોય ત્યારે જ બહેતર વ્યક્ત કરી શકો છો અને સ્વસ્થ મન માટે જરૂરી છે કે તમારા શારીરિક ,આર્થિક ,સામાજિક બધાજ સંજોગો સકારાત્મક હોય ..
અને અનુભવે એ પણ કહ્યું કે જયારે સંજોગો સકારત્મક ના હોય ત્યારે જ ખરેખરી જિંદગી જીવાતી હોય છે જ્યાં કાલ્પનિક દુનિયા થી પરે જિંદગી જીવાતી હોય છે અને એમાં આપણે કદાચ પોતાની શક્તિઓ થી પરિચિત પણ થઇ શકીએ છીએ અને એમ પણ બને કે આપણી જાણ બહાર આપણે આપણો એક નવો પરિચય કરી લઈએ !!!!
હા …મારુ લખવાનું ઘણું ઓછું થઇ ગયું છે હમણાં હમણાં થી ..પણ હું જિંદગી થી રૂબરૂ થઇ શકી અને એનો અનુભવ એટલે નકરી હકીકત ..ક્યારેક આપણે કોઈ ધર્મના પુસ્તક માં હોય કે ફિલોસોફી ના પુસ્તક માં વાંચ્યું હોય અને યાદ પણ રહ્યું હોય પણ એનો અનુભવ થાય ત્યારે એના માટે કોઈ શબ્દ સૂઝતો જ ના હોય …
એક સત્ય નો સાક્ષાત્કાર થયો કે પોતાની જાત સાથે પ્રામાણિક રહી ને ,કદાચ સાવ એકલા ભલે પડી જવાય પણ પોતાનું કર્મ કરીને અને ધર્મ નિભાવીને ગમે તેટલી લાંબી અને મોટી કસોટી જીતી શકાય અને એનું પરિણામ આપણે ચાહિયે ત્યારે નહિ પણ આપણને જરૂર હોય ત્યારે આવે …
નાનપણ માં એક નાનકડું વાક્ય વાંચેલું ” જયારે બોલાવીએ ત્યારે નહિ પણ જયારે ખરેખર જરૂરિયાત હોય ત્યારે આવીને હાથ ઝાલી લે એ ઈશ્વર …”
“ઈશ્વર હંમેશા આપણી સાથે હોય છે પણ દુઃખમાં એ આપણને ખભે બેસાડી લે છે .”
ના હું ધાર્મિક નથી થઇ ગયી …પણ આ અનુભવ થયો ત્યારે લાગ્યું કે એક પણ દિવસ નિરર્થક નથી હોતો અને આપણા જીવનમાં એક સાર્થક અર્થ ભરી જાય છે ચાહે એ દિવસ આપણે હિસાબે સારો હોય કે ખરાબ ….
એક નાનકડું ઉદાહરણ પણ ગઈકાલ શરદપૂનમ નો દિવસ મને જિંદગી ની ઝાંખી જેવો લાગ્યો જીવનના અટપટા રસ્તા જેવો …
દિવાળીની સાફ સફાઈ કરતા બે ત્રણ તકિયા એનું કવર ફાડીને રૂ નીકળેલી હાલત માં બહાર આવ્યા .. કેટલાક જુના થઇ ગયેલા ..ખૂણામાં પડેલી એક જૂની પણ મારી પસંદની મજબૂત ચાદર હતી તે નીકળી …
જુના તકિયાના કવર લઈને એમાં પેલા રૂ વાળા તકિયા ફરી ભરીને હાથસિલાઇ કરી લીધી , પેલી જૂની ચાદર ની આજુબાજુ થી ના ઘસાયેલા કપડાં માંથી છ એક સરખા કવર સીવી લીધા … ઘરમાં લોટ દળવો પડે એમ હતો .. એક બાજુ બાકી રહેલા ત્રણ કવરનું સિલાઈ કામ ચાલે અને એક બાજુ ઘટી ચાલે .શરદ પૂનમ હતી એટલે સવારે જ વધારાનું દૂધ લઈને ગળ્યું કરીને ફ્રીઝમાં મૂક્યું …સિલાઈ અને ઘંટી નું કામ સાથે પૂરું થયું .પાછળ રહેતી સાફ સફાઈ કરવાનો સમય નહોતો કેમ કે પછી સાંજ માટે જમવાનું બનાવવાનો સમય થઇ જાય … ભજીયા માટે જોયું તો થોડું બેસન ખૂટે એવું હતું …મુખ્ય રસ્તા પરના બંસલ મોલ માં જવું કે પાછળ ના રોડ પાર આવેલા વિનાયક દુકાનમાં ??? દ્વિધામાં અટવાતી પૈસા અને થેલો લઈને ચાલતી નીકળી પડી તાળું મારીને ..તો અધવચ્ચે યાદ આવ્યું કે અરે પેલી બધા જ લોટ મળે છે તે કાકાની ઘંટી તો વચ્ચે આવે છે ને ???!! બસ ત્યાં જઈને બેસન અને ખાવાનો સોડા લીધો … હવે પ્લાન પ્રમાણે કાંદા બટાકાંનાં ભજીયા માટે એ લેવાના હતા ..શાકની લારીઓ પાસે આવી …લીલી છમ મેથી ની ભાજી અને બાજુમાં અમેરિકન મકાઈડોડા દેખાઈ ગયા. બસ એ જ તોલાવી ને એક મકાઈ ડોડો લઈને ઘેર આવી તો ભાજી સાફ કરીને મકાઈ ના ડોડા માંથી દાણા કાઢવાનું કામ વધેલું જ.. દૂધ બહાર કાઢીને પૌંવા પલાળ્યા અને ફટાફટ સ્પીડ માં બેઉ ભજીયા નું ખીરું તૈયાર કરી લીધું … ઘંટી સાફ કરી અને અંદરનો રૂમ પણ સિલાઈ કામ ના પથારા માંથી ચોખ્ખો કર્યો .. ત્યાંતો પતિદેવ હાજર અને પછી દીકરી પણ …ગરમાગરમ ભજીયા અને ચંદ્રને થોડી વાર ધરાવેલ દૂધ પૌંવા … ઉતાવળ માં કામ કરેલું પણ સ્વાદ દર વખત કરતા વધારે હતો અને ખુશી પણ …બાકીના કામ ધીરે ધીરે આટોપ્યા ત્યારે થયું બધું જ કામ થયું અને ધાર્યા કરતા સારું .. કાંદા બટાકા ની જગ્યા એ મેથી અને મકાઈ ના વડા …. જીવન પણ આમ જ આપણને ગૂંચવે છે પણ જયારે આપણે તૈયાર થઈને નીકળીએ ત્યારે એ જ આપણને સુખી બનાવવાના ઓપ્શન પણ આપે છે ..
હવે એ તમારા પર નિર્ભર છે કે તમે શું કરી શકો છો ???
ઘણું બધું કહેવું છે પણ હજી પ્રવાસ ચાલુ છે ..લખવા માટે શબ્દો અને નિરાંત ની શોધમાં છું ..ફરી મળીશ …..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s