થોડું જીવી લઉં


રઘુ,
હું જાઉં છું . તારી નજર મારા મોબાઇલ તરફ ગઈ . કબાટ ની ચાવી સાથે મારા પર્સ તરફ પણ …તું બધું ફંફોસે છે . પણ ફક્ત એટીએમ ની છેલ્લી 5000ની સ્લીપ અને અકબંધ બેલેન્સ જોઇને તું મારા ભાઈએ ફોન કરી રહ્યો છે ત્યારે હું ટ્રેન માં છું …
બસ તેં મારી કોઈ વાતને ગંભીરતાથી નથી લીધી . મારો વાંક એટલો જ કે હું સાવ ક્ષુલ્લક વાતોની માંગણી કરતી અને તું હંસી કાઢે . હું કહું તે તો ન જ કરવું એ તારો વણલખ્યો નિયમ ..બહાર જતી વખતે કશું કહેવું નહિ પણ મારે તને કહેવાનું …
દીકરી ઓસ્ટ્રેલિયા ગઇ ત્યાર પછી નું એકલાપણુ તને સમજાયું નહીં . મેં મારી તમામ તકલીફ તને કહી પણ તે કશું ગંભીરતાથી ના લીધું .
પોશ એરિયા નું પંદરમાં માળ નું પેન્ટ હાઉસ અને એ 1500 સકવેરફીટ માં આખો દિવસ હું એકલી . સામેના પેન્ટહાઉસ વાળા પટેલભાઈ કાયમ માટે અમેરિકા જતા રહ્યા .અને ભાડે પણ નહોતા આપવાના . બસ કામવાળા કમળા બેન આવે એ જ વસ્તી . નીચે ના ફ્લોર પર જવાની તારી મનાઈ હતી .હું ઘરની બહાર જવાના બહાના શોધતી …અરે ગાયને રોટલી ખવડાવવા જેવા . કોક મળે અને બે ઘડી વાત થાય .. તારા બધા સમય ઘડિયાળને કાંટે સાચવતા હું ક્યારે મશીન બનતી ગઈ ખબર ના રહી . મને અંદરખાને જીવવા પર જ અભાવ થવા માંડ્યો .હું રીતસર જાત સાથે ઝઝૂમતી રહેતી .મારા સંગીત અને કવિતાનો શોખ ક્યારે લુપ્ત થઈ ગયો એ પણ ખબર ના રહી .
હું રોબોટ હતી .. મેં જુદા રૂમમાં સુવાનું શરૂ કર્યું અને મારી ઈચ્છા ને થોડું માન આપવાનું .. તારો અભિપ્રાય લેવાનું છોડવા માંડ્યું …જરૂરી લાગે મને તો જ પૂછતી .
તું હવે મને ટોકી નહોતો શકતો કેમકે સામે મારાં જવાબ તૈયાર રહેતા અને દલીલમાં સત્ય ..
એક સ્ત્રી જેણે પોતાનું તન મન ધન જે ઘર માટે સીંચી દીધું એના પર એનો જ અધિકાર અને અસ્તિત્વને અવગણવામાં આવતું ..
બહુ વિચાર્યું અને નકકી કર્યું કે કશું લેવું નહીં . તારી સજા એ જ કે હું કશું લીધા વગર જ જતી રહું .
જ્યાં સુધી દુઃખ ના દિવસ હતા તારી સાથે રહી કેમ કે મંગલફેરા વખતે આપેલું વચન મને યાદ હતું .. પણ હવે તો સ્થિતિ સારી થઈ ગઈ અને બધું સારું થવા લાગ્યું .
આ એકાંતમાં મેં જીવનની ખાતાવહી ખોલીને જોયું .55 વર્ષમાં હું મારા માટે કેટલો સમય જીવી???
ખબર નહીં કેટલા વર્ષ જીવીશ??? તારી સાથે મશીન બનીને નહી પણ હું હવે હું તરીકે જીવવા માંગતી હતી . થોડા થોડા ખુશીઓના છીપલાં વીણવા , પતંગિયા ને ઉડતા જોવા , નદીકિનારે પગ પાણીમાં બોળી ને બેસવું , રસ્તા પર પાણીપુરી ખાવી , રાત્રે વહેલા સૂઈને સવારે સૂર્યોદય જોવા મોર્નિંગ વોક કરવી ….બસ આવું બધું ઘણું જે મેં વિચારેલું પણ કરી ન શકી …
તેં ધાર્યું નહીં હોય પણ મને પણ એક જ વાર મનુષ્ય જન્મ મળ્યો છે . બસ હવે થોડું જીવી લેવું છે ….
—-આજ સવારની ચા સુધીની તારી હમસફર …

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s