મારો વુમન્સ ડે મારી રીતે ….


હું એક સ્ત્રી . હું ના પાડવા માંગુ છું એ તમામ વાતો માટે જે મને પસંદ ન હોય તોય કર્તવ્ય કહી ને મારી પાસે કરાવવાની સંબંધો ની રૂએ નૈતિકતા ની દુહાઈ દઈને ફરજ પડાય છે.
હું મહાન બનવા નથી માંગતી . હું વહાલનો દરિયો પણ નથી . હું બલિદાનની ગંગોત્રી પણ નથી બનવા માંગતી . હું માત્ર સ્ત્રી બનવા માંગુ છું અને મહાનતા ના ઓઠા હેઠળ વિવિધ સંબંધો ના નેજા હેઠળ મારુ શોષણ અટકાવવા માંગુ છું .
મારે પુરુષ સમોવડી નથી થવું કારણકે હું તો એનાથી બહેતર છું જ . મેં પુરુષને જન્મ આપ્યો છે . એને પ્રેમ આપ્યો છે . એની ઈચ્છાઓને મને કમને માની છે . પણ હવે હું ઈચ્છા રાખું છું કે :
માં અને પપ્પા ઘરનું કામ સાથે કરે . પપ્પા ટી વી જુએ અને મમ્મી રસોઈ અને ઘરકામ કરે એવું નહિ ચાલે . અમને ભાઈ બહેનને ઘરના બધા કામ એકસાથે શીખવાડાય . છોકરી અને છોકરા તરીકે નહીં .
મને ભાઈ માટે કશું જતું કરવાનું કહેવામાં ના આવે .
પણ એક મિનિટ વિચારો કે જે વ્યક્તિ ઘર છોડીને સદંતર નવા લોકોમાં જઈને વસતી હોય એને તમારા માનસિક સાથની જરૂર હંમેશા ઘર માં રહેતા વ્યક્તિ કરતા વધારે હોય છે .એને સંસ્કારોની ચૂંદડી ઓઢાડી કહી દેવામાં આવે કે એ ઘરમાંથી હવે તારી અર્થી જ નીકળે તો એનું પોતાનું કોણ ???
મારા વ્હાલા જે દિવસે વિદાય થતી દીકરીને એમ કહેવાશે કે આ ઘર હજુ તારું જ છે અને રહેશે . બેટા, જુલ્મો ના સહેતી પણ અમારી પાસે આવતી રહેજે … કસમ થી કહું છું કે મરદો પત્ની પર જુલમ કરતા વિચાર કરે. એવા પુરુષને બીજો બાપ દીકરી ના આપે તો સ્ત્રીનું સન્માન કરવું જ પડે .
દીકરીના ઘરનું પાણી ન પીવાય એમ ન કહો પણ ભાઈ ભાભી જો ઘરડા ઘર પહોંચાડે તો એને બદલે દીકરીના ઘેર રહેવામાં કોઈ પાપ નથી એમ માનો .
દીકરીને ફક્ત પગભર ના કરો પણ એને પોતાના સ્વાભિમાનની રક્ષા કરતા શીખવો .
મા પોતાના દરેક દીકરાને સ્ત્રી તરફ સન્માનથી જોતા શીખવાડે નાનપણથી તો જ કદાચ સ્ત્રી પર બળાત્કાર ઓછાં થાય એ શક્ય બનશે .
જમાનો બદલાયો છે . માતૃત્વથી જ પૂર્ણ સ્ત્રી થવાય પણ એ માટે એકલી રહેતી સ્ત્રી પણ અનાથ બાળકને દત્તક લઈ શકે ને ??
દીકરીના લગ્નમાં દેવું કરીને દેખાડો કરવાને બદલે એના નામની ફિક્સ ડિપોઝીટ મૂકી દો . એને કામ આવશે .
છેલ્લે કહીશ કે જે વસ્તુઓ વિના મૂલ્યે મળે છે એ જ અમૂલ્ય હોય છે પણ એની કદર કરવાનું આપણે શીખ્યા જ નથી. એ હવા હોય, પાણી હોય કે એક સ્ત્રીની આજીવન મમતા હોય .
તમારું જીવન સેટ કરનારી ના જીવનને કેવી રીતે અપસેટ કરી દેવાય છે એ વિચારવાની તક આ વુમન્સ ડે બધાને આપે છે . પુરુષો આજે સ્ત્રીના જોક્સ ફોરવર્ડ કરતી વખતે આ જરૂર વિચારજો કે તમારી પત્ની તમારા પર કેટલા જોક મોકલી શકે ??? પણ એ નહિ થાય . એની મહાનતાના ગુણગાન ગાઈને એને માતા , બહેન , પત્ની ના રૂપાળા સંબંધો માં એની પવિત્ર ફરજો બજાવવામાં થી સમય જ ક્યાં આપ્યો છે કોઈએ ???
સૌથી કપરી ફરજ એક મકાન ને ઘર બનાવવાની હોય છે .એ બનાવવામાં બધી વસ્તુઓમાં ખર્ચ રૂપિયામાં થાય છે એટલે એ સચવાય છે એના તૂટવા પર રીપેરીંગ પણ થાય છે .દુઃખ પણ થાય છે . પણ એ ઘર બનાવતી વખતે એ સ્ત્રી પોતાના લોહી સાથે હૃદય નો મજબૂત સિમેન્ટ લગાડીને એને ઉભું કરે છે એનું ડગલે ને પગલે દિલ તૂટે ત્યારે કેમ કશું જ અનુભવાતું નથી ???
એટલે મારે એવી સ્ત્રી માંથી પાછલી જિંદગી મારી રીતે માત્ર હું બનીને જીવવી છે . So leave me alone from your never ending commands .
આ મારો વુમન્સ ડે મારી રીતે ….
પણ ….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s