જવાબ માટે ના પાનાં ..ઉત્તરવહી . ઉત્તરવાહીની પરિક્રમા એ કંઈક ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા અને કેટલાક સવાલ પણ કર્યા મને .
આમ તો હું મોટા નામ કે કામ થી જલ્દી પ્રભાવિત નથી થતી . પણ ક્યારેક કોઈ વ્યક્તિ કોઈ અજાણ્યા ખૂણે નામની ચાહના વગર કર્મયજ્ઞ કરતું હોય તો મને હંમેશા યાદ રહી જાય છે . ગઈ પોસ્ટમાં મેં શ્રી હસમુખભાઈ નો ઉલ્લેખ કરેલો . યોગનંદ આશ્રમના વ્યવસ્થાપક છે . એમનો ઉત્તરાવસ્થામાં જીવન વિતાવવાનો અનોખો યજ્ઞ મને વિચાર કરતી છોડી ગયો છે .
23 વર્ષ પહેલાં તેમના પત્નીનું અવસાન થયેલું . બે દીકરાઓ અને ત્રણ દીકરીઓનો સંસાર છે . બધા પોતાના ઘેર સારી રીતે સેટ અને સુખી છે .પણ એક બાપની આંખો પલળી ગઈ એમ કહેતા કે મોટી દીકરી ના પતિ હવે આ દુનિયામાં નથી . એને પણ આમ તો સારું જ છે પણ જીવનસાથી ની ખોટ પોતે અનુભવે છે એટલે દીકરીનું દર્દ વર્તાય છે . પોતે એક રિટાયર્ડ ઇન્કમટેક્સ ઓફિસર છે અને પેંશન પણ મળે છે . એટલે એ આશ્રમમાં પૈસા ભરીને રહે છે અને સેવા આપે છે . મંદિરમાં આરતી પૂજા કરે છે . 85 વર્ષની વયે બધું સહેલું તો નથી જ . પોતે વર્ષમાં એકાદ વાર પોતાના સુરત વાળા ઘેર જાય અને બે એક વાર દીકરાઓ પણ મળવા આવે . અને જીવન આશ્રમને સમર્પિત . અહીં રહેવા જમવાનો કોઈ ચાર્જ નથી લેવાતો . પણ યાત્રાળુઓ કે દાન મળે એના પર નિર્ભર છે . પોતાના મૃત માતા કે પિતાના મૃત્યુતિથી નિમિત્તે રૂ. 1000 ભરીને નામ નોંધાવાય . તે દિવસે એ નિમિત્તે યાત્રીઓને જમાડાય છે અને જાણ કરાય છે . આ રકમ ફિક્સ ડિપોઝીટ તરીકે જમા કરાવાય અને એના વ્યાજમાં ખર્ચ ચાલે . હવે ઘટતા જતા વ્યાજના દર અને વધતી મોંઘવારી માં ઘણી વાર સંતુલન બગડતું લાગે .
અહીં ગામલોકો મંદિરમાં ના આવે અને પૈસા પણ ના મૂકે . ગરીબી ચોફેર ડોકાય .
ત્યારે થાય કે આપણે પૈસા મંદિરમાં મૂકીએ અને તખતી લગાવીએ . મોટા ધાર્મિક સંસ્થાનોને આપીએ એના કરતાં આવા કર્મયોગીનો સાથ આપીએ તો લેખે લાગે .રિટાયર્ડ લાઈફમાં એકલતા ના રોદણાં રડ્યા વગર આવી રીતે કોઈ કર્મયજ્ઞમાં પાછળ જીવનમાં મોહ નો પલ્લું છોડીને જીવી શકાય અને સારી રીતે જીવી શકાય .ખરું ને ??!!