કાન્હાજી . કોમ …


કાન્હાજી . કોમ ….
કાનજી સૌનું પસંદગીનું પાત્ર આરાધ્ય દેવ તરીકે ઘરમાં પ્રસ્થાપિત કરવા માટે …
પણ આ વિવિધ નામ ધારી કૃષ્ણ એટલે કોણ ??? મારા વિચારોના વૃંદાવનમાં રેલાતો એક સૂર …….
કૃષ્ણ એ કેલિડોસ્કોપ છે …ભક્તિ ,જ્ઞાન અને કર્મના એ પોલાણમાં ગોઠવેલા ત્રણ અરીસા માંથી કાંચના ટુકડા માંથી વિવિધ આકારોમાં સર્જાતો સદા નાવીન્યથી ભરપુર એક સાદગી જેને જોવા અને સમજવા મનની આંખો જ બસ …..કાંચ ના ટુકડા જેવો રંગબેરંગી અને ખુબ જ નાજુક …
કૃષ્ણને જોવો છે ..એ નામ વિચારો ..તમારી આંખો બંધ કે ખુલ્લી એ વાત અહીં ગૌણ છે ..એક આકાર ઉભરશે એની સામે ..એ બાળ સ્વરૂપા થી ગીતાના ગાયક સુધી કોઈ પણ હોઈ શકે છે …એની આંખોમાં તમે બસ જોવાનું શરુ કરો ..તમારી આસ પાસના સમગ્ર વાતાવરણથી તમે અલિપ્તતા અનુભવશો ..અને એ આંખો માં વંચાઈ જશે એ યુગ પુરુષ …..અને એક પળે જે અદ્વૈત સર્જાશે તમારી આંખોમાંથી અશ્રુ વહેવા માંડશે ..અને શરીરમાં એક ઝીણી કંપારી અનુભવાશે …..એ પળ એટલે કૃષ્ણ નો સાક્ષાત્કાર …..એ બિલકુલ સરળ છે ..જેને સમજવા કોઈ શબ્દોની જરૂર જ નથી હોતી …માત્ર સ્ફટિક શું પારદર્શક હૃદય ઝીલી શકે છે એ કૃષ્ણને …એ એક અનુભવ છે …..એ હૃદયસ્થ છે પણ એને રહેવા માટેનું હૃદય વાંસળી જેવું પોલું હોવું ઘટે જેમાં એના નામ સિવાય કોઈ બીજાનું અસ્તિત્વ ના રહે …એ હૃદય છેદાવા ની પીડા સહી શકે એવું પણ હોવું ઘટે જેથી કૃષ્ણના મનની વાતો એમાંથી સૂર બની વહી શકે ….અને જ્યાં કૃષ્ણ હોય ત્યાં રહેવા માટેનું સામર્થ્ય બીજા શામાં ?????
કૃષ્ણ જયારે રાધા સાથે બેસતા અને પ્રેમની વાતો કરતા ત્યારે એને કહેવા શબ્દો ક્યાં એમને સુઝતા ?? ગીતા ના ગાયક એવા એ મહાનાયકને પ્રેમ ની વાતો કરવા શબ્દો ના મળતા ..એટલે જ એ પેલી પોલી શી વાંસળી વગાડતા અને એમની વાતો રાધાને કહેતા ..અને એ વાતો સંભાળવા કાન ની પણ જરૂર ક્યાં હતી ??? મનની વાતો મનથી સંભળાતી ..અને એ પ્રેમ નો સૂર એ સૌ સાંભળતા અને સાંભળી શકતા જે નિસ્વાર્થ પ્રેમને સમજતા જ્યાં વાસના ક્યાંય ના હોય …..ગાય હોય કે ગોપી ,મોર હોય કે કદંબની ડાળ …..
કૃષ્ણ નામના કેલિડોસ્કોપમાં તેના વિવિધ રૂપો તમે જોઈ શકો પણ જશોદા બની સમજજો ….કૃષ્ણ મારી સાથે બાળક બનીને ,  મારી આંગળી ઝાલીને  ચાલતો આવે અને ક્યારેક એ મને બાળક સમજીને પડી જતા બચાવવા માટે એ મારી આંગળી ઝાલી લ્યે છે …
બાળક જેવો સરળ અને સાદો જ છે પણ આપણા વૈચારિક વિકાસ સાથે એ પણ ખુબ ગહન અને ગૂઢ ભાસે છે નહીં ????

2 thoughts on “કાન્હાજી . કોમ …

Leave a comment