મૃત્યુ સસ્તું મોંઘુ …

ગઈ કાલે સમાચાર મળ્યા .મેંગલોર એરપોર્ટ પર એક અકસ્માત માં ૧૫૮ લોકોના મૃત્યુ …હૃદય હાલી ગયું ….બધું મોંઘુ થઇ ગયું છે માત્ર માનવી ની જીંદગી સિવાય …રોજ કોઈને કોઈ રીતે સામુહિક મૃત્યુ થાય છે …પણ આજે એક સમાચાર સાંભળ્યા ટીવી પર જ …હવાઈ અકસ્માત માં મારી જનાર લોકો ને ૭૫ લાખ રૂપિયા વળતર …રૂપિયા માણસ ની જગ્યા તો નહીં લે પણ પાછળના લોકો નું જીવન આર્થીક રીતે સહ્ય બનાવશે જો એમાં ભાગના ડખા ના થાય તો …. રેલ્વે માં મૃત્યુ પામનારને સરકાર પાંચ લાખ રૂપિયા આપે છે ….બાકી એક કે બે લાખ પણ વિમાન માં મૃત્યુ પામનાર લોકો આર્થીક રીતે સામાજિક રીતે કદાચ બહુ ઊંચા ગણાય એટલે એમની જીંદગી ની કીમત ૭૫ લાખ ….

દરેક માનવ એક સરખી રીતે દુનિયા માં આવે છે પણ કદાચ પૈસો કમાય તો જીવન શું મૃત્યુ પણ સુધારે ખરું ….અફસોસ થાય છે કે ટ્રક નીચે મૃત્યુ પામનાર ને કશું નહીં …ટ્રેન માં પાંચ લાખ અને વિમાનમાં ૭૫ લાખ ……… કદાચ મારી જોડે વાચનાર સંમત ના હોય પણ આ તો માત્ર અને માત્ર માણસ ના જીવન ની આપણે લગાડેલી કિંમત જે એ જીવન જે અમુલ્ય છે ..અને આપણા ચશ્માં એને એના કૌવત કે હોશિયારી થી નહીં પણ પૈસા થી માપે છે …. મૃત્યુ સસ્તું મોંઘુ …