સિમ્પલ લાઈફના કેટલાક કોમ્પ્લીકેશન્સ : 3 !!!


1983ની આ વાત છે .મારી જાણમાં ત્યારે અમદાવાદ માં બે 1.બી કે સ્કુલ ઓફ મેનેજમેન્ટ અને 2. આઈ આઈ એમ એમ બે મેનેજમેન્ટ શીખવાડતી કોલેજ હતી અને સુરતમાં દક્ષીણ ગુજરાત યુનીવર્સીટી માં પણ ભણાવાતું .એ વખતે એમ એસ યુનીવર્સીટી માં બી કોમ માં બીજા વર્ષમાં પર્સોનેલ મેનેજમેન્ટ મુખ્ય વિષય સાથે સ્નાતક થવાની તક મળતી હતી અને આ સિવાય માર્કેટિંગ મેનેજમેન્ટ , સ્ટેટીસ્ટીક્સ ,બેન્કિંગ અને એકાઉન્ટ સાથે પણ સ્નાતક થઇ શકાતું .મારી બેચમાં પર્સોનેલ મેનેજમેન્ટ સાથે ભણનારા ફક્ત 18 વિદ્યાર્થીઓ હતા અને માર્કેટિંગ માં 100 જેટલા . પણ જે દિવસે પેપરમાં છપાયું કે આઈ આઈ એમ ના એક વિદ્યાર્થીને 8 કે 10 લાખનું પેકેજ ઓફર થયું ત્યાર પછી મેનેજમેન્ટની કોલેજો એટલી બધી ખુલી અને જે જુઓ તે એમ બી એ તો કરેજ .સપ્લાય વધે અને ડીમાંડ એટલા પ્રમાણ માં ના વધે તો ભાવ ઘટે એ શાકભાજીના હોય કે પછી પેકેજ ના હોય .શિક્ષણને આપણે ગંભીરતાથી લીધું જ નથી .આપણે તો શિક્ષણ પૂરું થતા મળતા પેકેજ માટે આપણા સંતાનોને વધેરી નાખતા શીખી ગયા છે .આખી રાતના વાંચવા કરતા ગોખવાનો મહિમા અપરંપાર બની ગયો છે .સામાન્ય જ્ઞાન તો નો કોમેન્ટ …બાહ્ય વાંચન એટલે શું ??? કોમ્પીટીટીવ એક્ઝામ ની તૈયાર મળતી બુક્સ ની પ્રેક્ટીસ કરીને કોઈ સારી જોબ મળે એટલે જીવન સફળ .પછી ફ્લેટ ,કાર બધું થઇ રહેશે … પણ આમાં જિંદગી ક્યાં છે ?????અને જો તમારી સાથે જિંદગી ના હોય તો માનસિક શાંતિ ના હોય અને શાંતિ ના હોય તો બધી પીડા અને પરિતાપ તો રાત્રે પણ પડછાયો બની પજવ્યા કરે … મોંઘી ફી ભરવા કમરતોડ લોન લેવાનો રીવાજ છે .અને પછી વિદેશમાં ભણવાનો પણ અભરખો એટલે ફરી લોન .પપ્પા કેટલા સમય આ લોન ચૂકવ્યા કરે ???એવું સાંભળવામાં આવ્યું છે કે અમારો દીકરો વિદેશ ભણ્યો છે એટલે દીકરીવાળા લાઈન લગાવે અને પછી પપ્પાની લોન સસરા પર ટ્રાન્સફર થઇ જાય .શું હવે જીવનનો અર્થ ઉંચી લોન ના હપ્તા ભરવા પુરતો જ રહ્યો છે .100માં 10 જણ સારી લાઈફ જીવે પણ બાકીના નેવું તો વત્તે ઓછે આજ જીવન જીવે છે . શિક્ષણ માં તો ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી ગુજરાતીમાં જ નાપાસ થાય છે એવા કિસ્સા બનતા હોય તો પણ કોઈને અંતરાત્મા ડંખતો નથી કેમ કે કારણ ખબર નથી તો રોગ ક્યાં પકડાય ???અને ઈલાજ તો વાત નથી કરવી . ઉચ્ચતમ જીવન જીવવાની લાહ્ય માં જીવન જ ભૂલી જવાય છે !!! રીમાબેન અને રમેશભાઈ તેમના એક દીકરા વ્યોમ સાથે રહે છે .લાઈબ્રેરીના આજીવન સભ્ય .રમેશભાઈ બેંકમાં કારકુન છે .રીમાબેને હમણાં જ રાજીનામું આપ્યું .દીકરાને ચિત્રકાર બનવું છે .ત્રણેવ જણ ઘરમાં બેસીને કશું ને કશું પોતાની નવરાશની પળો માં વાંચે અને સાંજે ચા પીતા ચર્ચા પણ કરે .રીમાબેન લગભગ 48 વર્ષના છે .તેમણે ઘરનું બધું કામ જાતે કરવાનું રાખ્યું છે .સમય પણ જાય અને શરીર એકદમ ચુસ્ત પણ રહે .ઘરની ચીવટ પૂર્વક દેખભાળ કરે .રમેશભાઈ બહારની બધી ખરીદી પતાવે .અને વ્યોમ થોડા ટ્યુશન કરે અને ચિત્રકામના સાધનની ખરીદી કરે .પૈસાની તંગી નથી પણ વ્યોમ બધે સાયકલ પર જ જાય .અને રમેશભાઈ સાંજે જમીને એક કલાક રીનાબેન સાથે વોક પર જાય .બધા સગા શહેર માં છે .કાર નથી વસાવી .રીનાબેન હસતા કહે છે બહારગામ જવું હોય તો ટેક્ષી મળે જ છે અને શહેર માં તો ચાલતા વહેલા પહોંચાય એટલો ટ્રાફિક હોય છે .વ્યોમ ને પોતાની કારકિર્દી પેરિસમાં ભણીને બનાવવી છે .રીનાબેને પોતાનું પ્રોવિડંડ ફંડ એના માટે ફિક્સમાં મૂકી દીધું છે .અને રમેશભાઈના પેન્શનમાંથી બેઉનું જીવન આરામથી જશે જ .ભવિષ્ય નક્કી જ છે કે દીકરો એમની સાથે નથી રહેવાનો .એમણે જરૂરિયાતનું ફર્નીચર બનાવ્યું છે જે પાછલી જિંદગીમાં એકલે હાથે પણ મેનેજ કરી લેવાય .સાદગી એમની જિંદગી નો મંત્ર છે .પહેરવેશ ,ખાણીપીણી અને આચાર વિચારમાં બધેજ સાદગી પણ મજબુરીની નહિ ,સ્વેચ્છા એ અપનાવેલી . થોડાક સંબંધો પણ વર્ષોમાં વણાયેલા સાચુકલા સંબંધો .ટોળેટોળા ની ફિલોસોફી નહિ .રીનાબેનનો એક તકિયાકલામ : જો તમે મારા ઘરનું ફર્નીચર કે કપડા જોઇને અમારું મુલ્ય કરો અને સંબંધોનું પરિમાણ માનતા હો તો સોરી આપણી વચ્ચે કોઈ પરિચિતતા નહિ હોય તોય ચાલશે . પણ તમે માણસ ના વિચારો પર વિચાર કરશો તો આપણી દોસ્તી આપણા આયુષ્ય જેટલું આયુષ્ય લઈને જન્મશે .શું લાગે છે તમને .રસ્તો અવ્યવહારિક લાગે છે જરૂર પણ આચારમાં ઉતારો તો શાંતિનો રાજમાર્ગ ચોક્કસ !!!!

7 thoughts on “સિમ્પલ લાઈફના કેટલાક કોમ્પ્લીકેશન્સ : 3 !!!

  1. શરૂઆત થાય છે , સંતાન’થી . . . દીકરી કે દીકરો ? જો દીકરી તો ફેઈલ ! આગળ પર , જો દીકરો દેખાવમાં કે ભણતર’માં પાછળ તો ફેઈલ ! [ દીકરીઓ પર આ જ સ્થિતિમાં ભયંકર ત્રાસ થાય છે ! ] આગળ પર , જો પૈસા વરસાવતી નોકરી ન હોય તો ફેઈલ , દેખાવડી પત્ની કે અમીર પતિ ન હોય તો ફેઈલ ! , ફરી પાછું સંતાન પર આવીને ચક્ર અટકે ! . . . આ બધાય’માં માણસ ક્યા ? માણસાઈ’નું મુલ્ય ક્યા ? જીવન’નો અર્થ ક્યા ? ઘડીક’ની રાહત ક્યા અને નવરાશ’માં એકબીજાને સાંભળવાની અમુલ્ય ક્ષણો ક્યા ?

    ખરેખર , સુંદર સીરીઝ શરુ કરી છે , પ્રીતિ’મેમ 🙂

    Like

    1. નીરવ ,
      આપણને જો આ વસ્તુ નો અહેસાસ માત્ર થવાનો શરુ થાય તો આપણે વિચારવાનું શરુ કરી શકીએ અને વિચારીશું તો માર્ગ મળશે જ .અને એક વિચાર અનેકનો વિચાર બને તો જરૂર આ બધામાંથી બહાર પણ નીકળી શકાશે .
      આભાર નીરવ … 🙂

      Like

  2. સમાજ માટે જિંદગી જીવાતી હોય તેવું લાગે …. સમાજને શું જોયે છે એ આપો આપના દીકરા/દીકરી ને શું જરૂર છે એના માટે કઈ વિચાર જ નહિ…. ????
    આખરે જિંદગીની વ્યાખ્યા શું છે??? આખો દિવસ ભાગ દોડ કરવી એજ જિંદગી છે???

    Like

    1. આપણે જયારે જીવનનો અર્થ શોધીશું ત્યારે આપણને અર્થ મળશે અને વિચારીશું તો રસ્તો પણ બસ આમને આમ બીજાએ બનાવેલા રસ્તા પર ચાલીશું તો મંઝીલ પર પણ ભીડ જ મળશે અને ભીડ માં ખોવાઈ જઈશું . પોતાની મંઝીલ પર જવાની ઈચ્છા હોય તો પોતાના માર્ગ પર જોવું જોઈએ પણ આજુ બાજુ જોનાર ની ગતિ પણ અવરોધાય અને કદાચ ભૂલા પણ પડી જવાની શક્યતા ..
      આપના અભિપ્રાય માટે ખુબ ખુબ આભાર ..!! 🙂

      Liked by 1 person

  3. ઇન્વેસ્ટમેન્ટ મૅનેજરો જેને contrarian વિચારસરણી કહે છે તેવી વિચારસરણીને જાહેરમાં પોરસવાનું contrarian કામ કરવા બદલ હાર્દિક અભિનંદન. હું જ્યારે આટલી હદે લઘુમતીમાં હોઉં છું ત્યારે કંઇ જ ન બોલવાનું પસંદ કરૂં છું.
    આ વાંચીને પેલી ‘ગાંડી’ બહુમતી તો પોતાના વિચાર બદલે કે ન બદલે, પણ અહીં જણાવેલ અભિગમ ધરાવતાં લોકોને જરૂર ધરપત થશે કે તેઓ સાવ એકલાં તો નથી જ.

    Like

    1. અશોકભાઈ ,
      આપનો નિખાલસ અભિપ્રાય મને ખુબ ગમ્યો . 🙂
      દરેક નવીન વાત જયારે સામાન્ય વિચાર સાથે તાલમેલ ના ખાતી હોય તો તદ્દન અવ્યવહારુ લાગે એ સ્વાભાવિક છે .પણ એક વિચાર જો સામે આવે તો એ રીતે જીવનારા તો ખરા જ પણ શાંતિની ખોજ હોય પણ માર્ગ શોધનાર એકલ દોકલ રાહગીર ને રસ્તો પણ કદાચ મળી રહે તો મારા વિચાર સાર્થક .પણ હા જે લાગે તે પ્રસ્તુત કરતી વખતે એકલા પડી જવાનો ભય મને નથી લાગતો .અને અનુભવે હું શીખી છું .

      Like

Leave a comment