દિવાળી 2021


Happy new year નો માહોલ જોવા સવારે મંદિર જવું પડે . હું ગઈ ત્યારે બિલકુલ ભીડ નહીં . બીજી વાર મારા પતિદેવ સાથે ગઈ ત્યારે ખાસી ભીડ . હું બહાર જ ઉભી રહી . બે વર્ષે સવારમાં લોકો સરસ કપડાં પહેરી દેવદર્શન માટે ઉત્સાહથી આવેલા .બધાની અવરજવર . સેલ્ફીઓ . સાચું કહું તો 15 દિવસ પહેલા કપડાં નું મોબાઈલ એપ પર ખાસ્સું વિન્ડો શોપિંગ ,😂😂😂, કરેલું એટલે એ બધા કપડાં વાસ્તવિકતામાં કેવા લાગે એનો લાઈવ ફેશન શો ચાલતો હતો . મને થોડી ખાંસી જેવું થયું તો આગળ ઉભેલી છોકરીએ જે રીતે જોયું એમાં કોરોના ફોબિયા ની ઝલક હતી😀😀 બહુ મજા પડી ગઈ મને તો એ 20 મિનિટમાં …
છેલ્લે નાના બાળકોને ગણતરીના રમકડાં લઈને બેઠેલા એક માસીએ જોર થી કહ્યું કે આને કેવી રીતે ખોલાય ?? મેં અને બે નાની છોકરીઓએ એ તરફ જોયું તો ફ્રુટીનું ટેટ્રા પેક પાઉચ હતું . પેલી નાની બે છોકરીઓમાંથી એકે જઈને એ ખોલીને એમ સ્ટ્રો નાખી કેવી રીતે પીવું એ પણ કહ્યું . એ માસી ટેસડો લઈને સિપ લેતા હતાં ત્યાં મારા પતિદેવ પરત આવતા હું આગળ વધી ગઈ .
Really feel after a long time this new year day is really happy 😂🤣😂🤣😎

આ તો ફક્ત ઝલક છે .આજે લાભ પાંચમે બધા પાછા કામ ધંધે લાગી ગયા . અમારા પાડોશી પણ એમના વતનથી પાછા આવ્યા એટલે સહજ પૂછ્યું : કેવી રહી દિવાળી ?

તો બેને ખૂબ હોંશભેર જવાબ આપ્યો : અરે આ વખતે તો જેટલા બહાર રહેતા હતા એ બધા જ ગામડે દિવાળી કરવા આવેલા . આખું ફળિયું ભરાઈ ગયું . એ ખુશી એમના ચહેરા પર લીપાયેલી અને આંખોમાં અંજાયેલી સાફ દેખાતી હતી .

ગઈ સાલ કોરોના ના ખોફ થી બચી જીવન બચાવવાનું પ્રાધાન્ય હતું . લોકોમાં મોત નો ડર જોવા મળતો . થોડી ગફલતમાં એપ્રિલ અને મે મહિનો કાળા કફન ઓઢીને આવી ગયા અને લોકોએ સરકારી સુવિધા અને જાગૃતિ અભિયાન ને ગંભીરતાથી લઈને રસીકરણ કરાવ્યું . સકારાત્મક પરિણામે ફરી એક વાર જીવનમાં ઉત્સાહ નો જાણે નવો પ્રાણ ફૂંકયો . લોકોના ટોળા હતા પણ મોટાભાગે માસ્ક વાળા . દર વખતે અગિયારસ થી શરૂ થતાં ફટાકડા આ વખતે બહુ વહેલા શરૂ થયા . લોકોએ લાંબા પ્રવાસને બદલે નજીકમાં જવાનું પસંદ કર્યું . ફરી એક બીજાને ઘેર જઈ સાલ મુબારક કહેવાનો ઉમળકો પણ ક્યાંક દેખાયો . અને લોકોની વાતમાં ઉમંગ હતો માણસ ને મળવાનો . ફોર્માલીટી નો અભાવ હતો .

જીવનમાં યંત્રવત તહેવારો ઉજવવાનું અને ઘરથી દૂર ભાગવાનો સિલસિલો થોડો અટક્યો . કોરોના ના ખોફે જીવનમાં આનંદ નું અસલ મહત્વ આ દિવાળી 2021માં સમજાયું નહીં ??!!!

One thought on “દિવાળી 2021

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s